મોદીએ જય – વીરુની જોડીની યાદગાર તસવીરો કેમેરામાં કેદ કરી અને વિશ્ર્વ સમક્ષ મૂકી હતી
વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી
- Advertisement -
એક મહિનાના ટૂંકા ગાળામાં બંને સિંહોનું અવસાન; પરિમલ નથવાણીએ દુ:ખ વ્યક્ત કર્યું, વનતંત્રના પ્રયાસો નિષ્ફળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગીરના જંગલની સુપ્રસિદ્ધ ‘જય-વીરુ’ની જોડી, જેણે પોતાની અતૂટ મિત્રતા અને નિર્ભયતાથી વન્યજીવ પ્રેમીઓના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું, તે આજે જયના અવસાન સાથે વિખેરાઈ ગઈ છે. એકાદ મહિના પહેલાં વીરુનું અવસાન થયું હતું અને આજે જય પણ તેમને થયેલી ગંભીર ઇજાઓમાંથી બહાર ન આવી શકતા મૃત્યુ પામ્યો છે, જેના કારણે વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકો દ્વારા જય-વીરુને બચાવવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેમના પ્રયાસો સફળ રહ્યા નહીં.
આ ઘટના અંગે અત્યંત ભારે હૃદય સાથે વન્યજીવપ્રેમી પરિમલ નથવાણીએ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજે જયના અવસાનથી ઘણું જ દુ:ખ થઈ રહ્યું છે. ખૂબ જ લાંબી અને વીરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો. જય-વીરુની અદ્ભૂત જોડીની હાજરી જેણે માણી છે કે તેમના લગાવની વાતો સાંભળી છે તે દરેક વન્યજીવ પ્રેમી માટે આ વ્યક્તિગત ખોટ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લીજેન્ડ્સ વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગલમાં તેમના આત્માનો અવાજ સદા ગૂંજતો રહેશે.
- Advertisement -
ગીરના હૃદયમાં, જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ શોલેની આઇકોનિક જોડી સાથે સરખામણી પામતી હતી. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી. ગીરના વન્યજીવ પ્રેમીઓ જય અને વીરુના સાહસોની અનેક કથાઓ વાગોળે છે.
ક્યારેક થતાં પ્રાસંગિક નાનાં-અમથાં ઝગડાઓને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે. તેમની આ મિત્રતાના કારણે તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા હતા.
તેમની રહસ્યમયી ડણક દોસ્તીના શાશ્વત પ્રતિજ્ઞાનાં પ્રતિક સમા સ્તુતિગાન ્રૂજ્ઞ ડળજ્ઞશ્ર્નટિ…વપ ણવિં ટળજ્ઞજૂઉંજ્ઞ, ગળજ્ઞજૂઉંજ્ઞ ડફ પઉંફ, ટજ્ઞફળ લળઠ ણ ગળજ્ઞજૂઉંજ્ઞ…ને પ્રતિબિંબિત કરતી હતી. વન્યજીવ પ્રેમીઓમાં એક કહેવત પ્રચલિત હતી કે, “ગીરમાં જય-વીરુને નહીં દેખા તો કુછ નહીં દેખા” જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે.ગીર હંમેશા દંતકથારૂપ જોડીનું અભયારણ્ય રહ્યું છે. જય અને વીરુ પહેલાં, આ જંગલમાં ધરમ-વીરની જોડી હતી, જેની ભાઈબંધીની ગાથા આજે પણ ગવાય છે. જય અને વીરુની વિદાય ગીરના ઇતિહાસમાં એક યુગનો અંત લાવશે, પરંતુ તેમની મિત્રતા અને સાહસોની વાતો હંમેશા યાદ રહેશે.