વર્ષોથી આઇટીબીપીએ હિમાલયની ટોચ પર પર્વતોની ઊંચાઈએ યોગાસન કરી યોગને પ્રોત્સાહન આપવાની પહેલ કરી છે
- Advertisement -
ઇન્ડો-તિબેટન બૉર્ડર પોલીસ (આઇટીબીપી)એ ઉત્તરાખંડમાં હિમાલયમાં બરફ વચ્ચે 22,850 ફુટની ઊંચાઈએ યોગાસન કર્યાં હતાં. ગયા અઠવાડિયે આઇટીબીપી પર્વતારોહકો માઉન્ટ અબી ગામિન શિખર પર ગયા હતા, જ્યાં માર્ગમાં તેમણે બરફાચ્છાદિત જમીન વિસ્તારમાં 22,850 ફુટની ઊંચાઈએ યોગસત્ર યોજ્યું હતું.
आईटीबीपी द्वारा हाई एल्टीट्यूड पर योगाभ्यास का नया रिकॉर्ड।
आईटीबीपी के पर्वतारोहियों ने 8वें अंतर्राष्ट्रीय योग दिवस से पहले इसकी थीम: 'मानवता के लिए योग' के साथ उत्तराखंड में माउंट अबी गामिन के पास 22,850 फीट की ऊंचाई पर योगाभ्यास करके अनूठा कीर्तिमान स्थापित किया है।#IYD2022 pic.twitter.com/KFE4nBvyB9
— ITBP (@ITBP_official) June 6, 2022
- Advertisement -
પર્વતની ટોચે પહોંચ્યા બાદ આઇટીબીપી પર્વતારોહકોની 14 સભ્યોની ટીમે પહેલી જૂને બરફમાં 20 મિનિટ સુધી યોગાસન કરીને રેકૉર્ડ સ્થાપિત કર્યો હોવાનું આઇટીબીપીની અખબારી યાદીમાં જણાવાયું હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત આઇટીબીપી પર્વતારોહકોએ આટલી ઊંચાઈએ યોગાસન કરીને જનતાને વિવિધ યોગાસન કરી ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો.
વર્ષોથી આઇટીબીપીએ હિમાલયની ટોચ પર પર્વતોની ઊંચાઈએ યોગાસન કરી યોગને પ્રોત્સાહન આપવાની પહેલ કરી છે.
New record of practicing Yoga at high altitude by ITBP. #Himveers of ITBP demonstrate Yoga practice ahead of #InternationalDayOfYoga2022 with the theme: '#YogaforHumanity' at an altitude of 22,850 feet in snow conditions in Uttarakhand near Mount Abi Gamin.#YogaAmritMahotsav pic.twitter.com/eHWE0qO1zJ
— ITBP (@ITBP_official) June 6, 2022