260(2)ની નોટિસની અમલવારી તાત્કાલીક કરવા બોર્ડમાં હંગામો થવાની સંભાવના
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આવતીકાલે જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા મળશે. કાલે મળનાર સાધારણ સભામાં ગેરકાયદેસર બાંધકામ મુદે હંગામો થવાની પુરતી સંભાવનાં છે. તેમજ જૂનાગઢમાં 260(2)ની નોટિસજે બાંધકામને મળી છે તેની અમલવારી તાત્કાલીક કરવા બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવશે.
જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા તા. 16 માર્ચ 2022નાં બપોરે 12 પંડિત દિનદયાલ ઉપાધ્યાય સભા ખંડમાં મળશે.આવતીકાલે મળનાર સાધારણ સભામાં હંગામો થવાની સંભાવનાં છે.જૂનાગઢ શહેરમાં ગત સપ્તાહમાં બીયુ સર્ટીનાં મુદે બાંધકામને સીલ કરવામાં આવ્યાં હતાં. જેનો વિરોધ પણ થયો હતો અને મનપાની કામગીરી સામે આંગળી ચીંધાઇ હતી. તેમજ મનપાનાં કર્મચારીઓએ વહીવટ કર્યાની પણ ફરિયાદ ઉઠી હતી. વેપારીઓએ બંધ પણ પાળ્યો હતો. જોકે આવતીકાલે મળનાર સાધારણ સભામાં આ મુદે ઉઠવાનો છે.કોંગ્રેસનાં કોર્પોરેટર લલીત પરસાણા અને મંજુલાબેન પરસાણાએ કહ્યું હતું કે, જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામને 260(2)ની નોટિસઆપવામાં આવી છે. નોટીસની મુદત બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
અધિકારીઓ અને પદાધિકારીઓએ આર્થીક લાભ લઇ કાર્યવાહી થવા દીધી નથી. જૂનાગઢમાં 260(2)ની નોટિસજે બાંધકામને આપવામાં આવી છે તેની સામે તાત્કાલીક કાર્યવાહી થાય તે માટે બોર્ડમાં દરખાસ્ત કરી છે. જૂનાગઢમાં મોટા બિલ્ડરો ગેરકાયદેસર બાંધકામ કરી વેંચી જતા રહે છે. આ ઉપરાંત જૂનાગઢમાં ભુર્ગભ ગટરમાં અમુક પાઇપ લોખંડનાં નાખવામાં આવી રહ્યાં છે. અને અમુક પાઇપ રબ્બર અને પ્લાસ્ટીકનાં નાખવામાં આવી રહ્યાં છે. તેમજ જૂનાગઢમાં જે ગતીથી ભુર્ગભ ગટરનું કામ ચાલી રહ્યું છે તેની પૂર્ણ થતા 10 વર્ષ લાગશે. કામ વહેલુ પૂર્ણ થાય તેવું આયોજન કરવાની માંગ છે. આમ આવતીકાલે મળનાર બોર્ડમાં કોંગ્રેસનાં કોર્પોરેટર ગેરકાયદેસર બાંધકામનો મુદો ઉઠાવશે.
- Advertisement -
બોર્ડમાં વાતો જ થશે કે કામ થશે ?
વર્ષો પહેલા બોર્ડમાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય થયો હતો. પરંતુ બોર્ડ પૂર્ણ થયા બાદ કશુ થતું નથી. ભ્રષ્ટાચાર મુદે વારંવાર મનપાનાં અધિકારીઓ સામે આંગળી ચીંધાઇ છે. પરંતુ પાછળથી નેતાઓ જ તેને બચાવી લેતા હોય છે. આવતીકાલે મળનાર બોર્ડમાં પણ આ જ દ્રષ્યો જોવા મળશે. અધિકારીઓ ઉપર માછલા ધોવાશે અને બાદ પાછળની કોઇ જ કાર્યવાહી કરવામાં નહી આવે. કેમ કે જૂનાગઢ મહાનગરપાલિકામાં નેતાઓ અને અધિકારીઓની સાંઠગાંઠ વર્ષો જુની છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ નેતાનાં આશીર્વાદથી નોકરી કરી રહ્યાં છે.
મનપા કાંકરી પણ હટાવી શકે તેમ નથી
જૂનાગઢમાં મોટા માથાનાં ગેરકાયદેસર બાંધકામ થયા છે. શહેરનાં વોંકળા પર દબાણ કરી બિલ્ડીંગ બનાવી નાખ્યાં છે અને વેંચી પણ નાખ્યાં છે. શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામને 260(2)ની નોટિસઆપવામાં આવી છે. જેને વર્ષો વિતી ગયા છે. હજુ વર્ષો વિતી જશે. મનપા આવા બાંધકામની કાંકરી પણ હટાવી શકે તેમ નથી. મનપા તંત્ર માત્રને માત્ર લારી ગલ્લા વાળા આગળ પોતાની સત્તાનો પાવર બતાવી શકે છે. બિલ્ડરો આગળતો પાણી ભરે છે.