ચંદ્રયાન–3ના પડકારપ મિશનને સફળ બનાવવામાં દેશની મહિલાઓ પણ પાછળ રહી નથી. ભલે માત્ર એસોસિયેટ પ્રોજેકટ ડાયરેકટર કે.કે. કલ્પના જ સામે આવી હોય પરંતુ મિશનને સફળ બનાવવામાં 100 થી વધુ મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈસરો દ્રારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચંદ્રયાન–2 પ્રોજેકટ ડાયરેકટર એમ. વનિતા અને મિશન ડિરેકટર રિતુ કરીધલે પણ ચંદ્રયાન–3 ટીમ સાથે સહયોગ કર્યેા હતો. રિતુ મિશન સમીક્ષા ટીમમાં સામેલ હતી અને ચંદ્રયાન–3 ટીમને તેના અનુભવોનો સંપૂર્ણ લાભ મળ્યો.
ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથના મતે દરેક અવકાશ કાર્યક્રમ રાષ્ટ્ર્રીય મિશન છે. કેટલાક પસંદગીના વૈજ્ઞાનિકો આ મિશનમાં સીધા સામેલ છે, જેઓ મહત્વપૂર્ણ અધિકારીઓ છે. જો કે, હજારો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો આડકતરી રીતે અથવા દૂરથી યોગદાન આપે છે. ચંદ્રયાન–૩ મિશનમાં ઘણા શૈક્ષણિક, ઉધોગો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ પણ સક્રિય ભૂમિકા ભજવી છે. દરેકનો ફાળો અમૂલ્ય છે. ચંદ્રયાન–3 ટીમનું નેતૃત્વ ઈસરોના અધ્યક્ષ સોમનાથ દ્રારા કરવામાં આવ્યું હતું યારે વિવિધ કેન્દ્રોના નિર્દેશકોએ મિશનને સમર્થન આપ્યું હતું. કોર ટીમમાં પ્રોજેકટ ડાયરેકટર પી. વીરમુત્તુવેલુ, એસોસિયેટ પ્રોજેકટ, કલ્પના કલાહસ્તી, મિશન ડાયરેકટર મોટમારી શ્રીકાંત ઉપરાંત 27 ડેપ્યુટી પ્રોજેકટ ડિરેકટરનો સમાવેશ થાય છે.
- Advertisement -
#WATCH | Prime Minister Narendra Modi meets women scientists of the ISRO team involved in Chandrayaan-3 Mission at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/Ugwk2WRzsw
— ANI (@ANI) August 26, 2023
- Advertisement -
સેન્સર ડેવલપમેન્ટમાં પણ મહિલાઓ આગળ
ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન–3ની રચના અને સંચાલનમાં પણ મહિલાઓ મોખરે છે. સ્પેસક્રાટ એસેમ્બલિંગ, એકીકરણ, પરીક્ષણ અને મિશન કામગીરી માટે ગ્રાઉન્ડ સેન્ટરની સ્થાપનામાં તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. લેન્ડરના સ્વચાલિત સલામત સોટ લેન્ડિંગ માટે નેવિગેશન, કંટ્રોલ અને સિમ્યુલેશન માટે પણ મહિલાઓ જવાબદાર હતી. તેઓ લેસર ડોપ્લર વેલોસીટી મીટર, લેસર અલ્ટીમીટર અને લેસર હોરીઝોન્ટલ વેલોસીટી કેમેરા જેવા કેટલાક અત્યતં મહત્વપૂર્ણ સેન્સરના વિકાસ અને પુરવઠામાં પણ સામેલ હતા. આ સેન્સર્સ લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર સોટ અને સુરક્ષિત લેન્ડિંગ કરવા માટે ખૂબ જ અસરકારક સાબિત થયા છે. ચંદ્રયાન–3માં 100થી વધુ મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો યોગદાન આપી રહી છે. તેમણે ચંદ્રયાન–3 ની કલ્પના અને ડિઝાઇન, સિસ્ટમ્સ અને પેટા સિસ્ટમ્સના પરીક્ષણો અને મિશનના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મહિલા વૈજ્ઞાનિકો હજુ આ મિશનમાં વ્યસ્ત છે અને યોગદાન આપી રહી છે.
#WATCH | " We're very happy that all the components were delivered and our system performed perfectly and we could achieve the result the entire nation was waiting for…we wish our future missions get similar success…PM named landing point as 'ShivShakti' and related 'Shakti'… pic.twitter.com/lySYA7K2Oa
— ANI (@ANI) August 26, 2023