રેન્કિંગના આધારે પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહિલા અને પુરુષ ટીમોને સ્થાન મળ્યું છે. હાલમાં, ભારતની પુરુષોની ટેબલ ટેનિસ ટીમ 15મા ક્રમે અને મહિલા ટેબલ ટેનિસ ટીમ 13મા ક્રમે છે.
ભારતની પુરૂષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમોએ સોમવારે તેમના વિશ્વ રેન્કિંગના આધારે પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરીને ઇતિહાસ રચ્યો હતો. ગયા મહિને બુસાનમાં વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ એ પેરિસ ઓલિમ્પિક માટેની અંતિમ ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ હતી અને તેના સમાપન પછી ટીમ ઈવેન્ટ્સમાં સાત સ્થાન બાકી હતા, જેના માટે ટીમોની પસંદગી તેમના રેન્કિંગના આધારે કરવામાં આવી હતી.
- Advertisement -
Its Official now folks ⚡️
For the 1st TIME EVER, India have qualified in the Team event (both Men & Women) of Table Tennis at Paris Olympics.
Both Men & Women team qualified via World rankings route after missing direct qualification at World Team Championships last month. pic.twitter.com/tF1e8b2ABG
- Advertisement -
— India_AllSports (@India_AllSports) March 4, 2024
આ વિશે IITFએ જણાવ્યું હતું કે, “તાજેતરની વિશ્વ ટીમ રેન્કિંગમાં ટોચની ક્રમાંકિત ટીમો કે જેઓ ક્વોલિફાય કરી શકી ન હતી તેઓએ પેરિસ 2024 માટે તેમની ટિકિટો મેળવી લીધી છે.” મહિલાઓની સ્પર્ધામાં 13મા ક્રમે રહેલા ભારતે પોલેન્ડ (12), સ્વીડન (15) અને થાઈલેન્ડ સાથે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. મેન્સ ટીમમાં ક્રોએશિયા (12), ભારત (15) અને સ્લોવેનિયા (11)એ પણ પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવી લીધી છે.
Finally!!!! India qualifies for the team event at the Olympics! Something I have wanted for a long long time! This one is truly special, despite it being my fifth appearance at the Olympics!
Kudos to our Women’s Team who also secure a historical quota! 👏🏽👏🏽🇮🇳 pic.twitter.com/0VhqTpFmFy
— Sharath Kamal OLY (@sharathkamal1) March 4, 2024
આ વિશે પ્રખ્યાત ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરથ કમલે લખ્યું કે ‘ભારત ઓલિમ્પિકમાં ટીમ ઈવેન્ટ માટે ક્વોલિફાય થયું છે, આ એવા સમાચાર છે જે હું લાંબા સમયથી સાંભળવા ઇચ્છતો હતો. આ ખરેખર ખાસ છે. સાથે જ આપણી મહિલા ટીમને અભિનંદન, જેણે ઐતિહાસિક ક્વોટા હાંસલ કર્યો.’ પેરિસ ઓલિમ્પિક આ વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાવાની છે.
જો એક રીતે જોવામાં આવે તો બંને ટીમ માટે ખૂબ ખાસ છે કારણ કે ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ પહેલી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે. બીજી તરફ, બેઇજિંગ ઓલિમ્પિક (2008) બાદ પુરૂષ ટીમ ફ્રી એક વખત આ ટુર્નામેન્ટનો હિસ્સો બનશે. જાણીતું છે કે બુસાનમાં યોજાયેલી ITTF વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતીય પુરૂષ અને મહિલા ટીમો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. એ બાયદ થયું એવું કે ચેમ્પિયનશિપની સમાપ્તિ પછી સાત સ્થાનો ખાલી રહ્યા હતા અને દરેક દેશના રેન્કિંગના વહેંચવામાં આવ્યા હતા.