ભારતીય સેનાનાં વિડીયો વાયરલ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય સેનાનાં કેટલાક વિડીયો આજકાલ વાયરલ થઈ રહ્યા છે જેમાં કડકડતી ઠંડીમાં દેશના જવાનો ખડે પગે આપણી રક્ષા કરતાં દેખાય છે. આપણે અહીં શાંતિથી ઊંઘી શકીએ એ માટે સરહદે તેઓ આપણી રક્ષા કરતાં હોય છે. સૈનિકોની હિંમત અને સહનશક્તિને સલામ કરવાનું મન થઈ આવે એવા કરતબો પણ કરી બતાવે છે. એક વીડિયોમાં ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના જવાનો ઉત્તરાખંડ હિમાલયમાં આસપાસના શૂન્ય તાપમાનમાં 15,000 ફીટ પર બરફથી ઘેરાયેલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.