ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાની મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અને પરીક્ષાના ગુણભારને લઈને કેટલાક સૂચનાત્મક ફેરફારો કરવામાં આવ્યા હતા આ ફેરફાર આ વખતના શિક્ષણ સત્રમાં રદ કરવામાં આવ્યા છે. એની જગ્યાએ 2019 -20 માં નક્કી કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર કાર્યવાહી કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ગઈકાલે આ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ એ પરિપત્ર જાહેર કરી દીધો છે જેનો અમલ આ વખતે બોર્ડની અને શાળાની પરીક્ષામાં કરવામાં આવશે.
ધોરણ 10ની માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં 50 ટકા ઓએમઆર પદ્ધતિને સ્થાને 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. બોર્ડની પરીક્ષામાં ધો.10માં બોર્ડની પરીક્ષાનો ગુણભાર 70 ટકાના બદલે બોર્ડના 80 માર્કના પ્રશ્નપત્રમાં 20 ટકા ટકા ગુણ આંતરિક મુલ્યાંકન ના રાખવામા આવ્યા છે. 16 ગુણનાહેતુલક્ષી પ્રશ્નો રહેશે તેમ જ 80 ટકા 64 ગુણના ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, નિબંધલક્ષી પ્રશ્નો હશે.