ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.23
હોળી – ધુળેટી પર્વને અનુલક્ષી રાજકોટ ની સદર બજાર, પરાબજાર, ગુંદાવાડી સહિતની અનેક બજારો ધાણી, ખજુર, ચણા, સેવ, હારડાથી છલકાઈ ઉઠી છે. મોંઘવારી વચ્ચે પણ હોળીમાં હુતાસનીમાં હોમી આરોગાતી વસ્તુઓ મોંઘી હોવા છતા પ્રજા હરખ ઘેલી બની ઉત્સવની ઉજવણી કરવા સજ્જ બની છે.
- Advertisement -
વસંતના વધામણા સાથે રંગોના પર્વ હોળીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ ની બજારો મા અવનવી પીચકારી, સપ્તરંગી રંગો અને ધાણી, ચણા, ખજુર, સેવોથી છલકાઈ ઉઠી ધમધમી ઉઠયાં છે. હોળી – ધુળેટીના પર્વને આનંદભેર મનાવવા બજારોમાં રોનક જામી રહી છે. હોળીની સંધ્યાએ મહિલાઓ પૂજન અર્ચન કરી હુતાસણીમાં ધાણી, ચણા, ખજુર, શ્રીફળ હોમ્યા બાદ જ વાનગીઓ આરોગે છે. હોળીના દર્શન બાદ જ પરિવાર સાથે ભોજન લેવાની પ્રથા આજે પણ અકબંધ રહી છે. પર્વ ટાણે બજારોમાં ઠેર ઠેર ધાણી, ચણા, ખજુર, સેવોની હાટડીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મોંઘવારીમાં આ વર્ષે પણ હોળીના હુતાસણીમાં હોમવાની આરોગવાની ચીજવસ્તુઓના ભાવો વધુ હોવા છતા ઉત્સવની ઉજવણીમાં કોઇ ઓટ જોવા મળી રહી નથી. ગત વર્ષના ભાવોની સરખામણીમાં આ વર્ષે પ્રતિ કિલોએ રૂપિયા 3 થી લઈ 2પ સુધીનો વધારો તોળાયો છે. રાજકોટ ની બજારો માવેપારીઓને ત્યાં હોળી – ધુળેટી પર્વની ખરીદી ધીમે ધીમે જામી રહી છે.સાથે જ રાજકોટિયનશો મા હોળી પર્વ ને લઇ ને ઉત્સાહ જોવા મળી રહયો છે.