ઓખામંડળ બારાડીમાં દર વર્ષ ચોમાસા બાદ વિવિધ સ્થળોએ મલ્લ કુસ્તી મેળાનાં આયોજન થાય છે
શ્રાવણી અમાસનાં બારાડીનાં ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા પીંડારા ઉપરાંત ભાદરવામાં શિવરાજપુર અને બાદ મોજપ સિવાય બાટીસા અને રાંગાસર ગામે દર વર્ષ મલ્લ કુસ્તી મેળાનાં આયોજનો થાય છે. શારિરીક તંદુરસ્તી અને ભાઈચારાની ભાવના ઉપરાંત આપણાં સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવો એ આપણાં સૌની ફરજ છે ત્યારે આ પંથકનાં યુવાનો અને તેમાય ક્ષત્રિય વાઘેર સમાજ નાં યુવાનો એ આ ફરજ જાળવી રાખેલ છે. આયોજનથી માંડી ને સ્પર્ધકોમાં ક્ષત્રિય વાઘેર સમાજ હંમેશા અગ્રેસર હોય છે.
- Advertisement -
શિવરાજપુરની પૌરાણીક જાકુપીર ડાડાની દરગાહ નાં પટાંગણમાં દર વર્ષ માફક આ વર્ષ ભાદરવી પૂનમ અને 18 સપ્ટેમ્બર બુધવારે મલ્લ કુસ્તી મેળાનું આયોજન કરેલ છે. સવારે 11 થી 4 સમયમાં આ મલ્લ કુસ્તી મેળામાં વિજેતાઓને ને પારિતોષિક આપવામાં આવશે. 300 થી વધુ મલ્લ કુસ્તી બાજો આ સ્પર્ધામાં ભાગ લેવાનો અંદાજ છે. સંસ્કૃતિ અને પરંપરાનાં પ્રતિક સાથો સાથ ભાઈચારાની ભાવના અને ધાર્મિક લાગણીનાં સુમેળથી મલ્લ કુસ્તી મેળામાં હજારોની સંખ્યામાં દશેકો ઉમટી પડે છે.