વડાપ્રધાન ભાષણોમાં ધર્મના નામે ધિકકાર ફેલાવે છે: ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લોકસભા ચુંટણીમાં ધર્મના આધારે મત માંગે છે તેથી તેમના પર છ વર્ષ માટે ચુંટણી લડવા પર પ્રતિબંધ માંગતી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. શ્રી મોદીના હાલના ચુંટણી ભાષણના વિડીયો રેકોર્ડીંગના આધારે આ અરજી કરવામાં આવી હતી.
- Advertisement -
રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા સમયે મોદીએ કરેલા વિધાનોને ચુંટણીમાં ધર્મના ઉપયોગ તરીકે ગણાવાયા હતા અને તેના આધારે તેમના પર આચારસંહિતા ભંગનો આરોપ મુકવામાં આવ્યો હતો. જો કે દિલ્હી હાઈકોર્ટે તે અરજી ફગાવી હતી.
દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ચુંટણી આચાર સંહિતાનો મુદો ચુંટણીપંચનો છે અને હાલ ચુંટણી પ્રક્રિયા ચાલુ હોય તેમાં અમો પંચને કોઈ આદેશ આપી શકાશે નહી. આ અરજી કરનારના ધારાશાસ્ત્રી આનંદ એસ.જૌધલેએ મોદીના ભાષણને ખતરનાક ગણાવ્યું હતું અને કહ્યું તે દેશનું વિભાજન કરી શકે છે. જો કે આ ફરિયાદ હજુ ચુંટણીપંચને છે અને પંચના ધારાશાસ્ત્રીએ કહ્યું કે આવી ફરિયાદો તેમને રોજ મળી રહી છે.
જો કે હાઈકોર્ટે અનેક રીતે આ અરજી અધુરી હોવાનું જણાવ્યું હતું. અમો ચુંટણી સમક્ષની ફરિયાદોમાં કોઈ ખાસ વલણ લઈએ તેમ અમોને કહી શકીએ નહી. ચુંટણીપંચ તેની સમક્ષ જે ફરિયાદો આવી છે તેના પર કાનૂન મુજબ નિર્ણય લેશે.