તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હંગામી જામીન આપવા હાઇકોર્ટનો સાફ ઇન્કાર
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર ઇસ્કોન બ્રીજ અકસ્માતમાં એકસાથે નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર તથ્યકાંડ કેસમાં તથ્યના આરોપી પિતા પ્રજ્ઞેશ હર્ષદભાઇ પટેલને વચગાળાના(હંગામી) જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે આજે સાફ ઇન્કાર કરી દીધો હતો. જસ્ટિસ એસ.વી.પિન્ટોએ આરોપી પ્રજ્ઞેશ પટેલના ગુનાની ગંભીરતા સહિતના કારણો ધ્યાનમાં લઇને તેની વચગાળાના જામીન માટેની અરજી ધરાર ફગાવી દીધી હતી. ઇસ્કોન બ્રીજના હાઇપ્રોફાઇલ કેસમાં આરોપી પ્રજ્ઞેશ પટેલે અગાઉ રેગ્યુલર જામીન અરજી પણ હાઇકોર્ટમાં દાખલ કરી હતી. જેની સુનાવણી તારીખ 27મી સપ્ટેમ્બર પર મુકરર કરવામાં આવી હતી. જેથી આરોપી તરફથી વચગાળાની હંગામી જામીન માટેની અરજી દાખલ કરવામાં આવી હતી અને કોર્ટને જણાવાયું હતું કે, તેના મોઢાના કેન્સરની સારવારના કારણોસર મુંબઇની ટાટા હોસ્પિટલમાં જવાનું છે અને તારીખ 11મી સપ્ટેમ્બરે મુંબઇ ખાતે સારવાર સંબંધી એપોઇન્ટમેન્ટછે. જો કે, અધિકસરકારી વકીલ તરફથી આરોપી પ્રજ્ઞેશ પટેલની હંગામી જામીન અરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું હતું કે, અગાઉનીચલી કોર્ટે આરોપીને અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્સ2 હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે જેલ ઓથોરીટીને આદેશ કર્યો જ હતો. જો કે, આરોપી પોતે જ તબીબી સારવારમાં પૂરતો સાથ સહકાર આપી રહ્યો નથી. તારીખ 1લી સપ્ટેમ્બરે આરોપીને કેન્સર હોસ્પિટલ લઇ જવાનો હતો ત્યારે તેણે ના પાડી, એ પછી તારીખ 4થી સપ્ટેમ્બરના રોજ તેણે પોતાની તબિયત સારી નહી હોવાનું જણાવ્યું હતું.



