મોરબી હોનારત માનવસર્જીત
ઓરેવાના MD જયસુખ પટેલે 26મીએ કહ્યું હતું કે બ્રિજને 10 વર્ષ સુધી ઊંની આંચ નહીં આવે!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં મચ્છુ નદી પરના હેન્ગિંગ બ્રિજનું રિનોવેશન જાણીતી કંપની ઓરેવાએ હજી હમણાં જ 2 કરોડના ખર્ચે કર્યું હતું. જ્યારે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો તેના પાંચ જ દિવસમાં આ બ્રિજ તૂટી પડ્યો અને 141 મોત થયા છે. મૃત્યુઆંક હજી પણ વધી શકે છે કારણ કે પુલ તૂટતા 400થી વધુ લોકો મચ્છુના પાણીમાં ગરકાવ થયાનું મનાય છે. આ પુલ તૂટવાની ઘટના હકીકતમાં ઓરેવાના માથે કાળી ટીલી સમાન પૂરવાર થઈ છે. જ્યારે આ હોનારત બાદ ઓરેવાના માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
2 કરોડમાં ઓરેવાએ રિનોવેટ કરેલો મોરબીનો બ્રિજ 5 દિવસમાં તૂટ્યો
- Advertisement -
પાલિકાના વેરિફિકેશન કે મજબૂતાઈના સર્ટિફિકેટ વિના જ હેન્ગિંગ બ્રિજને પોતાની જાતે ખુલ્લો મૂકી દેતાં ઓરેવાનાં જયસુખભાઈ પટેલ, તેમની દીકરી એલિસ, દીકરો ચિંતન સહિતનાં દેખાય છે. આ પ્રસંગે જયસુખ પટેલે પત્રકારો સમક્ષ એવો દાવો પણ કર્યો હતો કે પુલ એટલો મજબૂત છે કે આગામી આઠથી દસ વર્ષ સુધી એને કંઈ નહીં થાય… પરંતુ પુલ તો માત્ર 5 દિવસમાં જ ધ્વસ્ત થઈ ગયો. ત્યારે આ સમગ્ર જઘન્ય હત્યાકાંડના દોષિત જયસુખ પટેલ સામે પગલાં લેવા જરૂરી બન્યા છે.
સ્પેશિયાલિસ્ટ કંપનીના મટીરિયલનો ઉપયોગ કર્યો હતો: જયસુખ પટેલ
ઓરેવાનાં ખઉ જયસુખ પટેલે આ પુલને ખુલ્લો મૂકતા પહેલા દાવો કર્યો હતો કે, તેમણે મોરબીની જનતાને આ હેન્ગિંગ બ્રિજની ભેટ આપવા માટે ખૂબ ચીવટપૂર્વક રિનોવેશન કરાવ્યું હતું. તેમણે જિંદાલ સહિતની કંપનીઓને સ્પેસિફિકેશન આપીને આ બ્રિજ માટે ખાસ મટિરિયલ ડેવલપ કરાવ્યું હતું. આવા હેન્ગિંગ બ્રિજ બનાવતી ધાંગધ્રાની પ્રકાશભાઈની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ બ્રિજનું રિનોવેશન કરવા માટે કંપનીએ 2 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો.
304, 308 અને 114ની કલમ લગાડી ગુનો તો નોંધાયો પણ…
ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ નથી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી માટે ગઈકાલનો સન્ડે ‘બ્લેક સન્ડે’ સાબિત થયો છે. વીકેન્ડને એન્જોય કરવા માટે ખરીદેલી 17 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ સાબિત થઈ છે. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાયમાંમાં ઝૂલતા પુલની કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વહેંચીને અનેકની જિંદગી છીનવી લીધી છે. આખરે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ એમાં પણ મોટો વિવાદ છે. પોલીસ ફરિયાદમાં પુલનું મેઈન્ટેનન્સ કરનારી એજન્સી સામે 304, 308 અને 114ની કલમ લગાડી ગુનો નોંધાયો છે, પરંતુ ઓરેવા કંપની કે માલિકનું ઋઈંછમાં ક્યાંય નામ લખાયું નથી. બીજી તરફ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો નથી. બ્રિજ બન્યા બાદ એનું ઉદઘાટન કરવા પહોંચેલા ઓરેવાના માલિક જયસુખભાઈ અને તેમનાં પરિવારનાં સભ્યો એલીસ પટેલ, ચિંતન પટેલ સહિતનાં પહોંચ્યા હતા, પરંતુ આ દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં જયસુખભાઈ કે તેમની કંપનીનું નામ સુધ્ધાં લખવામાં આવ્યું નથી. ઝૂલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે હતી અને ગ્રુપના ખઉએ પુલને ખુલ્લો મૂક્યો હતો. ઓરેવા ગ્રુપના જયસુખ ઓધવજી પટેલ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ થઇ રહી છે, કારણ કે નગરપાલિકા કે વહીવટી તંત્ર પાસેથી કોઈપણ ગઘઈ સર્ટિફિકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મૂકી દીધો હતો.
નગરપાલિકાના અધિકારીઓ સામે કેમ ગુનો ના નોંધાયો?
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો. એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંટા ઓરેવા ગ્રુપ એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. એ આધારે 7 માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી એગ્રીમેન્ટ કરી એને 15 વર્ષ માટે સમારકામ, મેઇન્ટેનન્સ અને એના તમામ આનુષંગિક ખર્ચા અને કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે આપવામાં આવ્યો હતો. આખરે નગરના કોઈપણ પ્રવાસન સ્થળની જવાબદારી નગરપાલિકાની હોય છે. તો આ દુર્ઘટનામાં નગરપાલિકાના અધિકારીઓ સામે કેમ કોઈ ગુનો નથી નોંધાયો એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
મોરબીના ઝુલતા બ્રિજનો રાખરખાવ કરતી ઘછઊટઅ કંપની પૈસા લાલચુ હોવાનો પુરાવો
ટિકિટમાં નિયત ભાવ કરતાં રૂપિયા 2ની વધુ વસૂલાત
ટિકિટ વેંચી પૈસા કમાવવા માટે ક્ષમતાથી વધુ લોકોને પુલ ઉપર જવા દેવાયા!
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝુલતા પુલ હોનારતમાં અત્યાર સુધીમાં 141 જેટલા લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યા છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જે તમારુ હદય કંપાવી દેશે. આ સાથે સવાલ એ પણ થાય છે કે આટલો મોટો અને જૂનો પુલ અચાનક તૂટી પડવાનું કારણ શું? મળતી માહિતી મુજબ આ ઝુલતા પુલ પર એક સાથે 150 લોકોની ક્ષમતા હતી. પરંતુ જેટલી ટિકિટ વહેંચવામાં આવી તે આંકડો સાંભળીને ચોંકી ઉઠશો. મોરબીમાં 150ની ક્ષમતા વાળા ઝૂલતા પુલ પર 675 લોકોને ટિકિટ વહેંચાઈ. અને જ્યારે આ દુર્ઘટના બની ત્યારે પુલ પર એક સમય 400 થી વધારે લોકો હાજર હોવાનુ માનવામાં આવે છે. એટલુ જ નહીં આ પુલ પર જતા પ્રવાસીઓની ટિકીટ ભાઇઓ અને બહેનો માટે 17 રૂપિયા છે જ્યારે બાળકો માટે 12 રૂપિયા લેવામાં આવી હતી. જ્યારે મોરબી નગરપાલિકા અને કલેક્ટર દ્વારા નક્કી કરાયેલા ભાવ જોઇએ તો ભાઇઓને બહેનો માટે 15 રૂપિયા છે અને બાળકો માટે 10 રૂપિયા છે એટલે કે મોરબીના ઝુલતા બ્રિજના રાખરખાવ કરતી ઘછઊટઅ કંપની પૈસા લાલચુ હોવાનો પુરાવો સામે આવ્યો છે. ટિકિટમાં નિયત ભાવ કરતા રૂ. 2 વધુ વસુલતા હોવાના પુરાવા જોઇ શકાય છે. પૈસા ભૂખ્યા સંચાલકોના પુરાવા સામે આવ્યા છે. જેમાં ઉઘાડી લૂંટ કરી રહ્યા છે અને અત્યાર સુધી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હતા. અને હવે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ક્લેકટર અને નગરપાલિકા તથા ઓરેવાગ્રુપ દ્વારા મંજુર કરેલા ઝુલતા પુલની ટિકિટના ભાવ અત્રે મૂકવામાં આવ્યા છે. જેમાં જોઇ શકાય વર્ષ 2022થી લઇને 2028 સુધીનાં ભાવ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે ગઇ કાલે પ્રવાસીઓને આપવામાં આવેલી ટિકિટ પણ અત્રે પ્રસ્તુત છે. ટિકીટમાં જોઇ શકાય છે કે 30 ઓક્ટોબર 2022માં ભાઇઓ-બહેનો માટે 17 રૂપિયા અને બાળકો માટે 12 રૂપિયા વસુલવામાં આવ્યા છે. એટલે કે ચોરી અને ઉપરથી સીના જોરી… પ્રવાસીઓ પાસેથી બે રૂપિયા વધારે વસૂલ્યા અને પુલની કેપીસીટી કરતા વધારે ટિકીટની વહેંચણી કરીને કંપનીની પોલ ખુલી છે. કંપની અને નગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા પત્રમાં નક્કી કરવામાં આવેલા ભાવ મુજબ જો ભાવ લેવાતા હોત અને નિયમ મુજબ લોકોને ટિકીટ આપી હોત તો આજે અનેક પરિવાર બચી શક્યા હોત, અનેક બાળકો તેના માતા-પિતાથી વંચીત રહ્યા ન હોત, અનેક લોકો જીવન-મરણના ઝોલા ખાઈ રહ્યા ન હોત.
4 દિવસમાં 12 હજાર લોકો બ્રિજ પર આવ્યા
કોન્ટ્રાક્ટરનું રટણ: અકસ્માતના દિવસે 210 લોકોને જ ટિકિટ આપી હતી!
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગઈકાલે સાંજે મચ્છુ નદી પર આવેલી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે.ઘટના કઈ રીતે સર્જાઈ તેને લઈને સવાલ છે. જો કે મીડિયાએ સ્થળ પર જઈને તપાસ કરતા અધિકારી પાસેથી વિગત મેળવી હતી. આ બ્રિજ પર છેલ્લા ચાર દિવસમાં 12 હજાર લોકો આવ્યા હતાં. પરંતુ કોન્ટ્રાક્ટરનું તો એક જ રટણ છે કે અકસ્માતના દિવસે માત્ર 210 જ લોકોને ટીકિટ આપવામાં આવી હતી. દિવાળીનો તહેવાર અને રવિવાર હોવાથી મોરબી સિવાય અન્ય ગામના લોકો પણ ઝૂલતા પુલ પર આવ્યા હતા. કેટલાક લોકો બહારથી મોરબીમાં પ્રસંગ કે ફરવા આવ્યા હતા તો મુસ્લિમ લોકોનો ઉર્ષ તહેવાર પણ હતો. સાંજે 4 વાગ્યા બાદ પુલ પર લોકોની અવરજવર વધતી જતી હતી. 6:30 વાગ્યાની આસપાસ અચાનક જ લોકોની ખુશી પુલ તૂટતા ચીચીયારીઓમાં પરિવર્તિત થઈ હતી. અનેક લોકો એક સાથે એક ધડાકે નીચે પડ્યા હતા. જેમાંથી કેટલાક તૂટેલા પુલના સહારે જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો કેટલાક સીધા નદીના ઊંડા પાણીમાં જતા રહ્યા હતા. મૃતકોમાં મહિલા અને બાળકોની સંખ્યા વધુ છે.
મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ઓરેવા ટ્રસ્ટ પર આક્ષેપ: તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતા મીડિયાને જણાવ્યું હતું કે, પુલનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવતા આ ઘટના બન્યા બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.