આ નંબર નોંધી લેશો 0281-2220600
મનપાની અનોખી પહેલ બીમાર, પથારીવશ, દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત, સગર્ભા માતા અને ધાત્રી માતાઓને પણ ઘરે જ રસી અપાશે
સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં ફોન કરી નોંધણી કરાવવાની રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં ચાલી રહેલ વેકસીનેશન કામગીરી અંતર્ગત શહેરને 100% વેકસીનેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. હાલ રસીકરણ 98.5 ટકાને વટાવી ગયું છે ત્યારે હવે આજથી હેલ્પલાઇન નંબર 0281-2220600 પર 60 વર્ષ ઉપરના તમામ સિનિયર સિટીઝનને એક ફોન કોલ પર ઘરે વેક્સિન આરોગ્યની ટીમ આપી રહી છે. આ હેલ્પલાઇન નંબર બીમાર, પથારીવશ, દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત, સગર્ભા માતા અને ધાત્રી માતાઓ માટે પણ કાર્યરત રહેશે.
હાલ શહેરમાં નિયત કરેલ કોરોના વેક્સિન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે જે વેકસીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે આજે તા. 13થી મહાનગરપાલિકા દ્વારા ઘરે બેઠા કોરોના વેક્સિન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
- Advertisement -
લાભ લેનારે હેલ્પલાઇન નંબર પર સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં ફોન કરી નોંધણી કરાવવાની રહેશે. જેમાં લાભાર્થીએ મોબાઈલ નંબર, રહેણાકનું પૂરું સરનામું, વેક્સિનના પ્રથમ કે બીજા ડોઝની માહિતી આપવાની રહેશે.