ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન મોદીએ નવા આઝાદ ભારતની પરિકલ્પના લાલ કિલ્લા પરથી આજે રજૂ કરી છે. તેવામાં હવાઈ મુસાફરી કરતા યાત્રીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. નવા વર્ષની શરૂઆત સાથે હવે ફ્લાઈટ માટે જરૂરી ઓળખ પત્ર અને બોર્ડિંગ પાસની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ઉઈંઅક)એ સોમવારે બીટા વર્ઝન પર આધારિત ઉશલશઢફિફિં એપ લોન્ચ કરી છે. આ એન્ડ્રોઇડ એપ હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે લોન્ચ કરવામાં આવી છે. ઉઈંઅક અનુસાર, એકવાર આ એપની સેવા શરૂ થઈ ગયા પછી મુસાફરોને તેમના ઓળખ કાર્ડ અને બોર્ડિંગ પાસ સાથે રાખવાની જરૂર રહેશે નહીં.
- Advertisement -
ઉઈંઅકએ જણાવ્યા કે અમારો ઉદ્દેશ્ય એરપોર્ટ પર મુસાફરોની એન્ટ્રી પેપરલેસ અને સીમલેસ બનાવવાનો છે, જેનાથી સમયની બચત થશે. મતલબ કે હવે એપની મદદથી મુસાફરોને ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી દ્વારા એરપોર્ટ એન્ટ્રી આપવામાં આવશે. હાલમાં આ સુવિધા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ નંબર 3 પર ટ્રાયલ તરીકે શરૂ કરવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 20 હજાર મુસાફરોએ આ એપ દ્વારા પેપરલેસ અને સીમલેસ એન્ટ્રી કરી છે.આ એપની મદદથી મુસાફરોએ માત્ર એક જ વાર બાયોમેટ્રિક અને અન્ય વિગતો સબમિટ કરવાની રહેશે. પછીથી આ ડિજિટલ વિગત દ્વારા જ આગામી સફર કરી શકે છે. ઉશલશઢફિફિં એપનું બીટા વર્ઝન ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થઈ ગયું છે.
કઈ રીતે કરવો ઉપયોગ ?
ઉશલશઢફિફિં એપ પર તમારે ફોન નંબર અને આધાર વિગતોની મદદથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ ફોનના ફ્રન્ટ કેમેરા સાથે સેલ્ફી લો અને તેને સબમિટ કરો. છેલ્લે વેક્સિનેશનની વિગતો અને બોર્ડિંગ પાસ સ્કેન કરીને એપમાં ઉમેરવાના રહેશે. આ પછી તમે એપની મદદથી એન્ટ્રી કરી શકશો.