18 કેરેટના ગુલાબી સોનાથી બની છે ઘડિયાળ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે તા.12 જુલાઈએ ભવ્ય સમારોહમાં સંપન્ન થયા. સમારોહમાં આવેલા કેટલાંક મહેમાનોને રિટર્ન ગિફટમાં બે કરોડ રૂપિયાની ઘડિયાળ આપી હતી.
- Advertisement -
‘ઓડેમાસે પિગુએટ’ બ્રાન્ડની ઘડિયાળ આપીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ મહેમાનોમાં શાહરૂખખાન અને રણવીરસિંહ સહિત બોલિવુડની તમામ હસ્તીઓ સામેલ હતી. લગ્નમાં સામેલ અનેક મહેમાનોએ આ ખાસ ભેટનાં વિડીયોને શેર કર્યો છે.
આ ઘડિયાળ 18 કેરેટનાં ગુલાબી સોનાથી બની છે તેના પાછળના ભાગમાં નીલમ ક્રિસ્ટલ લાગેલો છે અને તેમાં સ્ક્રુ લોક ક્રાઉન પણ છે. આ ઘડિયાળ 20 મીટર સુધી પાણીમાં પણ ખરાબ નથી થતી.