દશ મહાવિદ્યાના સાધક પૂ. દયાનંદગીરીબાપુને દૈવી સાક્ષાત્કાર થયો હતો
ચરાડવા મહાકાલી આશ્રમના મહાન સંતની વિદાયથી આધ્યાત્મિક જગત શોકાતુર
- Advertisement -
આજે સવારે પાર્થિવદેહના દર્શનાર્થે ભાવિકો ઉમટયા
પાલખીયાત્રાનું ચરાડવા ગામમાં પરિભ્રમણ
સાંજે મહાકાળી મંદિરે સમાધિ અપાશે
યોગ-આયુર્વેદ-મંત્ર વિદ્યા સિધ્ધ કરી હતી: અસંખ્ય લોકોના દુખ-દર્દ દુર કર્યા હતા: સિધ્ધીઓથી ભરપૂર દિવ્યાત્માની વિદાયથી અશ્રુઓ વહ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મોરબી-હળવદ માર્ગ પર આવેલા ચરાડવા ગામ પાસે શ્રધ્ધાના સ્થાનક મહાકાળી આશ્રમના સ્થાપક પૂ. દયાનંદગિરિબાપુ 133 વર્ષની વયે મહાપ્રયાણ કર્યુ છે. આજે વહેલી સવારે પ.30 વાગ્યે તેઓએ દેહત્યાગ કર્યો હતો. પૂ.બાપુ અપાર લોકચાહના ધરાવતા હતા. અસંખ્ય લોકોના દુ:ખ-દર્દ દૂર કર્યા હતા. તેમના માર્ગદર્શનથી અનેક સાધકો આધ્યાત્મીક માર્ગે વિચરી રહયા છે. રાજકોટ-મોરબી-હળવદ વચ્ચે આવેલા ચરાડવા ખાતેના જગ પ્રસિદ્ધ મહાકાલી મંદિરના મહંત પૂજય દયાનંદગીરી બાપુએ આજે વ્હેલી સવારે પ.30 વાગ્યે દેહ છોડી દીધો હતો.
પૂ. દયાનંદગિરિબાપુના પાર્થિવદેહને આજે સવારે ચરાડવાના શ્રી મહાકાળી માતાજીના આશ્રમે દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. જયાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટયા છે. પૂ. દયાનંદગીરીબાપુની ચરાડવા ગામમાં બપોરે 11 વાગ્યે પાલખી યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. આ પાલખી યાત્રાનું ચરાડવા ગામમાં પરિભ્રમણ કરાયુ હતું. આજે અગીયારસના દિવસે સાંજે પ.30 વાગ્યે ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમે સમાધી આપવામાં આપશે. પૂ. દયાનંદગિરીબાપુની વિદાયથી આધ્યાત્મિક જગત સ્તબ્ધ થયું છે. મુળ ઓરિસ્સા પ્રાંતના પૂ. દયાનંદગીરીજીએ ચરાડવા ખાતે આશ્રમ સ્થાપીને દિવ્ય ઉર્જા વહાવી હતી. તેઓ દશ મહાવિદ્યાના ઉપાસક હતા અને દિવ્યશકિતનો સાક્ષાત્કાર થયો હતો. યોગ-આયુર્વેદ-મંત્ર વિદ્યા સહિતની અનેક સિધ્ધિઓ ધરાવતા હતાં. અલૌકિક ઉર્જાની અનુભૂતિ કરાવવાની શકિત ધરાવતા પૂ. દયાનંદગીરીબાપુની વિદાયની ધર્મક્ષેત્ર શોકાતુર બન્યું છે.