સ્કૂલોના ખર્ચાઓ FRC વાજબી કારણો સિવાય નકારી ન શકે તેમ ઠેરવાયેલું
ચીફ જસ્ટિસની ખંડપીઠે તમામ પક્ષકારોને જવાબ રજૂ કરવા બે સપ્તાહ આપ્યા
- Advertisement -
શાળાઓના સંબંધિત ખર્ચાઓ યોગ્ય કે વાજબી કારણ વિના નકારી શકે નહીં
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.12
રાજ્યની વિવિધ ખાનગી શાળાઓમાં લીઝ, રેન્ટ, લોન પરનું વ્યાજ તથા અન્ય સંબંધિત ખર્ચાઓ નામંજૂર કરવાના ફી રેગ્યુલેટરી કમિટીના નિર્ણયને રદબાતલ ઠરાવતાં અને ફી નિર્ધારણ કરતી વખતે આ બધી બાબતો ધ્યાનમાં લેવા સહિતના કેટલાક મહત્ત્વના નિર્દેશો જારી કરતાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે રાજય સરકાર અપીલ કરી છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે ફી રેગ્યુલેટરી કમીટી, સંબંધિત ખાનગી શાળાઓ સહિતના વિવિધ પક્ષકારોને નોટિસ જારી કરી છે.
- Advertisement -
ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ખાનગી શાળાઓને તેમનો જવાબ રજૂ કરવા માટે બે સપ્તાહનો સમય પણ આપ્યો હતો. રાજયની જુદી જુદી ખાનગી શાળાઓ તરફ્થી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ઢગલાબંધ રિટ અરજીઓમાં સિંગલ જજે જુલાઇ-2022માં ચુકાદો આપતાં ઠરાવ્યું હતં કે, ફી નિયમન કમીટી ખાનગી શાળાઓના સંબંધિત ખર્ચાઓ યોગ્ય કે વાજબી કારણ વિના નકારી શકે નહીં.
હાઇકોર્ટે ખાનગી શાળાઓને એડમીશન ફી, સત્ર ફી, કરીકયુલમ ફી અને ટયૂશન ફી તેમ જ વિદ્યાર્થીઓને અપાતી સુવિધા બાબતે ફી વસૂલવાની મંજૂરી આપી હતી. જો કે, હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ ક્રયું હતું કે, રાજ્યમાં ખાનગી શાળાઓ નફખોરી કરી શકશે નહીં કે, અતિશય વધારે પડતી ફી ઉઘરાવી શકશે નહી. ફી અને રાજયની વિવિધ ખાનગી શાળાઓમાં લીઝ, રેન્ટ, લોન પરનું વ્યાજ તથા અન્ય સંબંધિત ખર્ચાઓના મુદ્દા નિર્ણિત કરતી વખતે ફી નિયમન કમટીએ આ બાબતો ધ્યાનમાં લેવાની રહેશે.
સિંગલ જજે કયા મહત્ત્વના નિર્દેશો કર્યા હતા ?
ખાનગી શાળાઓ નફખોરી કરી શકશે નહીં
ખાનગી શાળાઓ અતિશય વધુ પડતી ફી પણ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી શકશે નહીં
ફી રેગ્યુલેશન કમિટી પૂરતા વેરિફ્કિેશન કે વાજબી કારણ વિના ખાનગી શાળાઓના સંબંધિત ખર્ચાઓના કલેઇમ નકારી શકશે નહીં
ફી રેગ્યુલેશન કમીટી ખાનગી શાળાઓના લીઝ અને રેન્ટ બાબતે તપાસ કરી શકે પરંતુ ગેરવાજબી રીતે તેનો ખર્ચ નકારી શકે નહીં
ખાનગી શાળાઓ એડમીશન ફી, સત્ર ફી, કરિકયુલમ ફી, ટયુશન ફી અને વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે
ભવિષ્યના ડેવલપમેન્ટ માટેની કોસ્ટ પેટે વિદ્યાર્થીઓ પાસેથી ડેવલપમેન્ટ ફી પણ વસૂલી શકશે
ખાનગી શાળાઓ વાજબી રીતે સરપ્લસ ફી વસૂલી શકશે
ફી નિયમન કમિટીએ દરેક શાળાના અલગ-અલગ કેસને ધ્યાનમાં લઇ નિર્ણય લેવાના રહેશે
ફી નિર્ધારણ કરતી વખતે ફી રેગ્યુલેટરી કમિટીએ ફુગાવાના દરને પણ ધ્યાનમાં લેવાનો રહેશે
શાળાઓ નફખોરી નથી કરતી ને અને વધુ પડતી ફી ઉઘરાવતી નથી ને તે બાબત પણ ફી રેગ્યુલેટરી કમિટીએ આ મુદ્દાઓ નિર્ણિત કરતી વખતે ધ્યાનમાં લેવાની રહેશે.