નાગર નંદજીના લાલ…રાસ રમતાં મારી નથણી ખોવાણી..કાના જડી હોય તો આલ….
રોજેરોજ મહાનુભાવોના હસ્તે પ્રિન્સેસ અને વેલડ્રેસના ઇનામો: સુંદર બેઠક વ્યવસ્થા સાથે પારિવારિક માહોલમાં રાસોત્સવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં દિવસે ને દિવસે જમાવટ થતી જાય છે. આ રાસોત્સવ નિહાળવા માટે આવનારા શહેરીજનો અને મહાનુભાવોએ એકી અવાજે આયોજનના વખાણ કર્યા છે. અહી સુંદર બેઠક વ્યવસ્થા હોવાથી સંપૂર્ણ પારિવારિક માહોલ સર્જાય છે અને ગોપીઓ પણ નિર્ભીક બનીને ગરબે રમે છે.
મુંબઈ અને રાજકોટના સિંગરો અહી જમાવટ કરી રહ્યા છે. નાગર નંદજીના લાલ…રાસ રમંતાં મારી નથણી ખોવાણી…અને પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી તથા પેથલપુરમાં પાવો વાગ્યોને મારો સુતો સોણલડો, જાગ્યો જવાન લાલ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા..જેવા પ્રાચિન ગીત ઉપર બહેનો ખીલી ઉઠે છે…
આ રાસોત્સવમાં રોજેરોજ મહાનુભાવોના હસ્તે વેલડ્રેસ તથા પ્રીન્સેસનાં ઇનામો પણ આપવામાં આવે છે.
આ ગરબા માણવા માટે સરગમ ક્લબ આયોજીત ડી એચ કોલેજ ગાઉન્ડ માં ગોપીરાસ માં મહાનુભાવો હાજર રહેલ ડો. દર્શીતાબેન શાહ, ડો વલ્લભભાઈ કથીરિયા, હરેશભાઈ લાખાણી, મીનાબેન લાખાણી, ડો. રાજેષભાઈ પટેલ (અમેરીકા), અરવિંદભાઇ પાંભર, ગોપીનાથ ચોબે (ઇન્કમટેક્ષ કમિશનર), શિવલાલભાઈ રામાણી, સુધાબેન ભાયા, ડો. એમ.વી. વેકરીયા, મધુભાઈ પટોળીયા, રમેશભાઈ જીવાણી, કિશોરભાઇ જીવાણી, કીરીટભાઈ જીવાણી, અરવિંદભાઇ શાહ, ગોપાલભાઈ સાપરીયા, કાન્તાબેન કથીરીયા, યોગીનભાઈ છનીયારા, પજ્ઞેશભાઈ પટેલ, જ્યશ્રીબેન સેજપાલ, અશોકભાઇ ઝીઝૂવાડીયા, જીમીભાઈ અડવાણી, જ્યોતીબેન ટીલવા, કિરણબેન માંકડિયા, ધર્મેશભાઈ શાહ, તેજસભાઈ ભટ્ટી વગેરે મહાનુભાવો હાજર રહેલવગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પાંચમું નોરતું તા. 26/09/25 ને શુક્રવાર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. જયમીનભાઈ ઠાકર, ધનસુખભાઈ ભંડેરી, નરેશભાઈ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, શૈલેશભાઈ માકડિયા, શ્રી નિરંજનભાઈ શાહ, નીરજભાઈ આર્ય, ચંદ્રકાન્તભાઈ શેઠ, અનંતભાઈ ઉનડકટ, કેતનભાઈ પટેલ, પરેશભાઈ ગજેરા, જયંતિભાઈ ચોટાઈ, હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ પટેલ, નિખીલભાઈ પટેલ, જયદેવભાઈ આર્ય, રાજદીપસિંહ જાડેજા, શિવલાલભાઈ બારસીયા, શ્યામભાઈ શાહ, જતીનભાઈ ભરાડ, હરેનભાઈ મહેતા, રાજદિપસિંહ જાડેજા,યુસુફભાઈ માંકડા, અશોકભાઇ મણવર, પ્રફુલ્લભાઈ ધામી, ગૌતમભાઈ મહેતા, મુકેશભાઈ ગાજીપરા, છબીલભાઈ પોબારુ, નીતિનભાઈ ચોટાઈ, શૈલેશભાઈ પટેલ, રાજુભાઈ રાયઠઠ્ઠા, સુરેશભાઈ અકબરી, છગનભાઈ કાકડિયા, ભાવેશભાઈ ઢોલરીયા, દિગ્વિજયસિંહ કે. જાડેજા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી, ઘનશ્યામભાઈ પરસાણા, જગદીશભાઇ કિયાડા, કીરીટભાઈ આડેસરા ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, આશાબેન ભૂછડા, આરતીબેન ઠુમ્મર જહેમત ઉઠાવી રહ્યા છે.



