ગૃહમંત્રી હર્ષ સંઘવીની મહેનત ફળી…
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની એક યુવતી લગ્ન બાદ પતિ સાથે પોર્ટુગલમાં રહેતી હતી પરંતુ ત્યાં તેના પતિ દ્વારા શારીરીક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. યુવતીએ આ વાતની જાણ તેના પિતાને કરી. પિતાએ રાજય સરકારને પોતાની દિકરીને પરત લાવવા રજૂઆત કરી હતી. અંતે યુવતી હેમખેમ વતન પરત ફરી હતી.
ગુજરાતની જીનલ નામની યુવતી લગ્ન બાદ તેના પતિ રાહુલ વર્મા સાથે પોર્ટુગલમાં રહેતી હતી. જયાં જે પતિના અત્યાચારનો ભોગ બની હતી. પતિ રાહુલ દ્વારા શારીરીક અને માનસીક ત્રાસ ગુજારવામાં આવતો હતો. એટલું જ નહીં પતિએ જિનલને નજર કેદમાં રાખી હતી. જિનલએ પોતાની કરુણતા પિતા અશોક ચૌહાણને જણાવી હતી. પિતા અશોક ચૌહાણ સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવ્યા બાદ દીકરીને વતન પરત લાવવાનો નિર્ણય કર્યો. પિતા અશોક ચૌહાણે રાજયના ગૃહમંત્રી અને એનઆરજી મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી.
રજૂઆતમાં જણાવ્યું હતું કે પોર્ટુગલમાં જમાઈ દ્વારા પોતાની દીકરી પર શારીરિક અને માનસીક હેરાનગતિ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા સમગ્ર મામલાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રજૂઆતને પોર્ટુગલ ખાતે ભારતની એલચી કચેરી તથા ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઈ-મેઈલ દ્વારા રજૂ કરાઈ. અંતે હકારાત્મક પ્રતિભાવ મળ્યા બાદ રાજય અને કેન્દ્ર સરકારના પ્રયાસથી જિનલબેનને પોર્ટુગલથી હેમખેમ ગુજરાત પરત લાવવામાં આવ્યા.