ખાસ-ખબર સંવાદદાતા
ગિર-સોમનાથ એસઓજી પોલીસે વલસાડ જિલ્લાના પ્રોહીબિશનનાં ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા સફળતા મળી હતી. ત્યારે જૂનાગઢ રેંજ આઇજી મયંકસિંહ ચાવડા તથા ગિર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સુચના અપાતા ગિર-સોમનાથ એસઓજીના પીઆઇ એ.બી.જાડેજા તથા સ્ટાફને ચોકકસ માહિતી મળતા ઊના વડલા ચોકી પાસેથી વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનનાં પ્રોહી.ના ગુનામાં નાસતો ફરતો આરોપી શૈલાનીબાપુ ઉર્ફે શૈલાનીશા રામાનુજ શાહમદારને ઝડપી લેવામાં આવ્યો હતો. વધુ તપાસ ઉના પોલીસ ચલાવી રહી છે.
ગિર-સોમનાથ એસઓજી પોલીસે ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/02/6-14.jpg)