રાજકોટમાં સામાન્ય વરસાદે મનપાના ડામર રોડના નબળા કામનો પર્દાફાશ કરી નાખ્યો છે. જેમાં ગેરેન્ટેડ રોડમાં પણ ગાબડા પડી ગયા છે. રાજ્ય સરકારના આદેશ બાદ મનપાએ પ્રાથમિક સર્વે કરાવી શહેરમાં ગાબડા પૂરવાનું શરૂ કર્યું જેમાં મનપાએ 665 ખાડા બૂરી 83 સ્થળે ભરાયેલા પાણીનો નિકાલ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ ખાડા બૂરવા માટે જે જગ્યાએથી બોર્ડ હટાવ્યા હતા તે બોર્ડ ફરી લગાવવાનું ભૂલાઇ ગયુ. જાગનાથ પ્લોટના શેરી નં 22માં ગાબડા તો બૂરાઇ ગયા પરંતુ વિસ્તારનું નામ દર્શાવતા બોર્ડ ત્યાં બાજુમાં જેમ છે તે સ્થિતિમાં પડ્યા છે. ગાબડા બૂર્યા બાદ ત્યાં બોર્ડ ફરી લગાવવાની પણ તસ્દી લેવામાં આવી નથી.
Follow US
Find US on Social Medias