સુરતની જય એબ્રોડ પ્રા.લિમિટેડના સંચાલક વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
બાળકોનું ભવિષ્ય સુધારવા માતા પિતા પેટે પાટા બાંધી પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ સુધી લઈ જાય છે અને ગમે એટલો ખર્ચ થાય તે ખર્ચ કોઈપણ કાલે ભોગવે છે પરંતુ કેટલાક ઈસમો વાલીઓના આ બાળકનું ભવિષ્ય સુધારવાની લાલચને પોતાના આર્થિક ફાયદા માટે વિધાર્થીનું ભાવિ અને માતા પિતાનો ખર્ચ બંને અંધકારમાં ધપાવે છે. આ પ્રકારનો જ એક કિસ્સો સુરેન્દ્રનગર ખાતે પ્રકાશમાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં સહજાનંદ પાર્ક ખાતે રહેતા મુકેશભાઈ હીરાભાઈ પટેલની દીકરી આયુષી ઉચ્ચ અભ્યાસ કરવા માનતી હોવાથી ગત વર્ષ 2022માં ડોકટરી ડિગ્રી મેળવવા વિદેશમાં અભ્યાસ કરવા માટે જવાની તૈયારી શરૂ કરી હતી અને આ વિદેશ અભ્યાસ માટે સુરત ખાતે જય અંબે એબ્રોટ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક પ્રવિણ કેશુભાઈ ગજેરા અને સમીર પરસોતમભાઈ બાધલા રહે: બંને સુરત વલણો સંપર્ક થતા પોતાની દિકરીને અભ્યાસ માટે મોકલવાની ચર્ચા કરી હતી જેમાં આ બંને શખ્સો દ્વારા વાલીને ફિલિપાઇન્સ યુનિવર્સિટીમાં તેઓની દિકરીનું એડમિશન અપાવવાની વાતચીત કરી એડમિશન, ટ્રાવેલિંગ ખર્ચ, હોસ્ટેલમાં રહેવા તથા જમવાના ખર્ચ સહિત 7.93 લાખ રૂપિયા લીધા હતા અને બાદમાં દીકરીને મુંબઈથી ફ્લાઇટ મારફતે એની વિધાર્થીઓ સાથે ફિલિપાઇન્સ મોકલી દેવાઈ હતી જ્યાં અભ્યાસ શરૂ પણ થઈ ચૂક્યો હતો પરંતુ ત્યાંની યુનિવર્સિટીમાં ઈશાન પેટેના રૂપિયા જમા નહીં થયા હોવાનું નોટિસ બોર્ડ પર સામે આવતા ડોકટરી અભ્યાસ માટે ગયેલી દીકરી આયુષી દ્વારા યુનિવર્સિટીના સંચાલક સાથે વાતચીતમાં જાણવા મળ્યું હતું કે ફિલિપાઇન્સ યુનિવર્સિટીની ડોક્ટરી ડિગ્રી ભારત દેશમાં માન્ય નથી જેના લીધે આ ડીગ્રીનો કોઈ મતલબ જ નથી જે અંગે દીકરીએ પોતાના પિતાને જાણ કરતા પોતે પ્રવિણભાઈ ગજેરા સાથે વાત કરતા તેઓ ફિલિપાઇન્સ જઈ વિધાર્થીઓ સાથે મિટિંગ કરી સમજાવવા લાગ્યા હતા જે બાબતના છ મહિના વિતવા છતાં કોઈ નિર્ણય નહીં આવતા અંતે દીકરી આયુષી વર્ષ 2023માં પરત ફરી હતી અને અન્ય રશિયા ખાતે એડમિશન લઈ અભ્યાસ પૂર્ણ કરવા તૈયારી શરૂ કરી હતી પરંતુ સુરતની જય અંબે એબ્રોડ પ્રાઇવેટ લિમિટેડના પ્રવીણભાઈ ગજેરા અને સમીરભાઈ અઘારા દ્વારા અન્ય કેટલાય વિધાર્થીઓના ભાવિ સાથે છેડા કરી રૂપિયા લઈ લીધા હોવા અંગે મુકેશભાઈ હીરાભાઈ પટેલ દ્વારા બંને વિરુધ જોરાવરનગર પોલીસ મથકે ગુન્હો નોંધાવતા આગળની કાર્યવાહી હાથ
ધરી છે.