પંદર દિવસ કેવો સમય વીતવા છતાં વરસાદી પાણી ઓસર્યા નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
રાજ્યમાં સાતમ આઠમ સમય દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે ઠેર ઠેર નદી નાળા અને તળાવો ઓવરફ્લો થયા હતા જેથી અનેક રહેણાક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા તેવામાં સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 5માં આવેલા ચામુંડા પરા સોસાયટી ખાતે છેલ્લા પંદર દિવસથી ભરાયેલા વરસાદી પાણીને લીધે સ્થાનિકોને ભારે પર્ષણી થઈ રહી છે સાથે જ પંદરેક દુવસ્થી પાણી ભરાયેલા હોવા છતા સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં નહિ ભરાતા રહીશો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવામાં અહી રહેતા પરિવારના સભ્યની મૃત્યુ થતાં તેના અંતિમ વિધિ માટે સ્મશાન યાત્રા પણ ઢીચણ સમાંણા પાણીમાંથી નીકળી હતી આ દૃશ્ય તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.