ભારતીય ટીમ શ્રેણીમાં 1-2થી પાછળ ચાલી રહી છે. જો તેણે શ્રેણીજીતની આશા જીવંત રાખવી હોય તો મેનચેસ્ટર ટેસ્ટ કોઈ પણ ભોગે જીતવી જ પડશે. ઑલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડી ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. અર્શદીપ સિંહ પણ ઈજાગ્રસ્ત હોવાથી આ ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં રહે. ભારતના એક સાથે બે બોલર ઈજાગ્રસ્ત થવાથી ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ડેબ્યુની તક મળી શકે છે. જો આકાશ દીપ સંપૂર્ણ ફિટ નહીં થાય તો કંબોજને તક મળશે. જો કે પ્રસિદ્ધ કૃષ્ણા પણ દાવેદાર છે પરંતુ તેના ખરાબ પ્રદર્શનની નોંધ પણ લેવાઈ શકે છે.
- Advertisement -
ઑલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડીના શ્રેણીમાંથી બહાર થયા બાદ આ ટેસ્ટમાં તેની જગ્યાએ શાર્દૂલ ઠાકુર અથવા કુલદીપ યાદવને તક મળી શકે છે. શ્રેણીમાં શાર્દૂલને અગાઉ પણ તક મળી હતી પરંતુ તે નિષ્ફલ રહ્યો હતો. કુલદીપ યાદવ અત્યાર સુધી ત્રણેય ટેસ્ટમાં બેન્ચ પર જ બેઠો રહ્યો છે. ખાસ કરીને કરુણ નાયરનું પત્તું કપાઈ શકે છે કેમ કે શ્રેણીમાં તે પોતાની છાપ છોડવામાં નાકામ રહ્યો છે. તેના સ્થાને સાઈ સુદર્શનને તક અપાઈ શકે છે.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન
જૈક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રુટ, હૈરી બ્રુક, બેન સ્ટોક્સ, જેમી સ્મિથ, લિયામ ડૉસન, ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોફ્રા આર્ચર.
- Advertisement -