રૂ. 4 કરોડના ખર્ચે નવો રોડ મંજુર થતાં હર્ષની લાગણી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના વાવેરા ગામ થી થોરડી સુધીના રોડનું ધારાસભ્ય હીરાભાઇ સોલંકીના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 7 કિલોમીટરનો રોડ રૂ. 4 કરોડના ખર્ચે મંજૂર થયો હતો. અને મંજૂર થતાં ધારાસભ્ય સહિત આગેવાનોના હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું હતું. આ નવો રોડ બનતા અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સરળતાથી અવરજવર કરી શકશે. જેથી નવો માર્ગ મંજૂર થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઇ હતી.
- Advertisement -
આ ખાતમુહૂર્ત પ્રસંગે કનુભાઇ ધાખડા, મહેન્દ્રભાઇ ધાખડા, ડો. હિતેશ હડિયા, રવુભાઇ ખુમાણ, ભાક્ષી ગામ સરપંચ મંગળુભાઇ ધાખડા, વલકુભાઇ બોસ, ધીરુભાઈ નકુમ, રાજેન્દ્રભાઇ ધાખડા તથા જયરાજભાઇ ધાખડા, બિસુભાઇ ધાખડા, હરેશ કાછડ તેમજ આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ સાથે કનુભાઇ ધાખડાએ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો.