પ્રજાસતાક દિનની રાત્રીએ વનીકરણ રેન્જ રાજુલાનો સપાટો
ખાસ-ખબર સંવાદદાતા
રાજુલાના ડુંગર રોડ પર રાત્રીએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ મકરાણી, વનપાલ એમ.એમ. ચૌહાણ તેમજ ફોરેસ્ટ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હતો. અને તે દરમિયાન ડુંગર રોડ પરથી આવી રહેલ બાવળના લાકડા ભરેલો બોલરાને અટકાવી પૂછપરછ કરી ચેક કરતા પાસ પરમીટ ન હોવાથી લાકડા ભરેલ બોલેરાને પકડી પાડયું હતું. આશરે બે ટન દેશી બાવળનો જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા હતાં. જેમા આરોપી 1. રવિ ભુપત મોલાડીયા, ઉ.વ.20 ગામ-ધારગણી, તા.ધારી 2.હાડગરડા સંગ્રામ આણંદ, ઉ.વ.19,ગામ-ધારગણી, તા.ધારી ઝડપી પાડી ભારતીય વન અધિનિયમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજુલા વન વિભાગે લાકડા ચોરો સામે લાલ આંખ કરતા લાકડા ચોરોમા ફફડાટ ફેલાયો હતો. પ્રજાસતાક દિનની રાત્રીએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ.મકરાણી સહિત ટીમ દ્વારા સપાટો બોલાવ્યો હતો.