વરસાદી માહોલમાં વન્ય જળચર રહેણાંક વિસ્તારમાં આવી ચડવાનો વધુ એક બનાવ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે વન્ય પ્રાણીઓ અને જળચર પ્રાણીઓ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડવાના બનાવો વધ્યા છે.ત્યારે વાડી વિસ્તારમાં વધુ મગર આવી ચડતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો આ બાબતની વન વિભાગને જાણ કરતા વન કર્મીઓએ રેસ્ક્યું કરીને મગરને પકડી સહી સલામત સ્થળે છોડી મુકવામાં આવી હતી.
માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના રંગાલી વાડી વિસ્તારમાં મકાનમાં રહેતા પ્રદીપ મીઠાભાઈ ભાદરકાના ઘર નજીક આજે વેહલી સવારે મગર આવી ચડી હતી. આ બાબતની જાણ રોહિતભાઈ વાડલીયા યુવા કાર્યકર્તાએ વન વિભાગને જાણ કરી હતી ત્યારે તુરંત વન વિભાગની ટિમ શેરીયાજ ગામે વાડી વિસ્તારમાં પોહચેલ વન કર્મીઓએ એક કલાક રેસ્ક્યું કરીને મગરને પકડી પાડી હતી.અને સલામત સ્થળે તેને છોડી મુકવામાં આવી હતી.મગર પકડાઈ જતા વાડી વિસ્તારના સ્થાનિક ખેડૂતોએ રાહત અનુભવી હતી હાલ ચોમાસાની મોસમમાં જૂનાગઢ શહેરમાં પણ મગર આવી ચડવાના બે થી ત્રણ બનાવો સામે આવ્યા છે.