બરડીયા ગામે સિંહણ હુમલામાં સગીરાના મોત મામલો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.24
જૂનાગઢ જિલ્લાના વિસાવદરના બરડીયા ગામે સિંહણે 15 વર્ષીય કિશોરી પર હુમલો કર્યાનો મામલો બે દીવસ પેહલા બન્યો હતો આ સિંહણ હુમલામાં કિશોરીનું મૃત્યુ નીપજ્યું હતું સિંહણ હુમલામાં માનવ મૃત્યુના બનાવને લઈને વન વિભાગ દોડતું થયું હતું. સિંહણ હુમલામાં કિશોરીનું મોત વન વિભાગ દ્વારા બરડીયા સિમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકીને સિંહણની શોધખોળ શરુ કરી હતી જેમાં સિંહણને શોધવા ડ્રોનની પણ મદદ લેવામાં આવી હતી આખરે સમગ્ર વિસ્તારમાં વન વિભાગના અધિકારી અને સ્ટાફ દ્વારા સતત વોચ રાખીને આખરે સિંહણ અને તેના બે બચ્ચાને ઝડપી પાંજરે પુરાવામાં સફળતા મળી હતી આ સિંહણ હુમલામાં જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું હતું કે જયારે સિંહણ દ્વારા હુમલો કરાયો ત્યારે સાંજનો સમય હતો અને ત્યારે કિશોરી અને સિંહણનો ભેટો થઇ ગયો હતો એ સમયે સિંહણની સાથે તેના બે બચ્ચા પણ હતા એ સમયે સિંહણે હુમલો કર્યાનો બનાવ બનેલ હાલ સિંહણ અને બંને બચ્ચાને પકડી એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપીને વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.