કથામૃત:
એક વેપારી પોતાના ગ્રાહકને મધ આપતો હતો. અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને નીચે પડી ગયું. જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપર ઉપરથી લઈ શકાય એટલું મધ લઈ લીધું બીજું જમીન પર જ પડી રહ્યું.
- Advertisement -
મધની મીઠાશના લોભથી ઘણીખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઈ. મીઠુંમીઠું મધ એમને ખૂબ જ ભાવતું હતું, આથી એ મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી તો મશગૂલ બની ગઈ કે, ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો. મધથી પૂરેપૂરું પેટ ભરાઈ ગયું, અને ઊડવાનો પ્રયાસ કર્યો પણ ઊડી જ ન શકી.
પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અરે ! આશ્વર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી, તે જૂની માખીઓની દુર્દશા જોતી જ હતી; આમ છતાં પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી.
અર્થામૃત:
- Advertisement -
માખી ગોળની મીઠાશમાં એવી મશગુલ થઇ જાય છે કે પાંખો જ ગોળ સાથે ચોંટી જાય છે, પછી જ્યારે ઉડવા માટેનો પ્રયાસ કરે છે, ત્યારે શરીરમાં બધે ગોળ ચોંટેલો હોવાથી ઉડી શકતી નથી. લાલચ બુરી બલા છે
બોધામૃત:
જીવનમાં સંયમ ખૂબ જ અગત્યનો છે. ક્યાં અટકવું એનું પ્રમાણભાન ન હોય તો જીવન બરબાદ થતા બિલકુલ વાર ન લાગે