ભારત વેસ્ટઇન્ડીઝ વચ્ચે જંગ જામશે આજે સાંજે 7:30
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ સામે આજથી ત્રણ ટી 20 મેચોની સીરિઝ શરુ થઇ રહી છે. ત્રણેય મેચ કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાવાની છે. ત્યાર બાદ શ્રીલંકા સામે બે ટેસ્ટ અને 3 ટી 20 મેચોની શ્રેણી રમાશે. જો કે હવે આ કાર્યકમમાં બીસીસીઆઇએ થોડા ફેરફાર કર્યો છે. જે મુજબ ટેસ્ટ પહેલાં T-20 મેચો રમાશે.
અગાઉના કાર્યક્રમ મુજબ બે ટેસ્ટ મેચ પહેલાં રમવાની હતી અને ત્યારબાદ ત્રણ મેચની T20I સીરીઝ રમવાની હતી. પરંતુ બદલાયેલા શિડ્ફેયુલ પ્રરમાણે હવે પહેલા T-20 શ્રેણી રમશે અને ત્યારબાદ બે ટેસ્ટ મેચ રમશે. ઉપરાંત 25 ફેબ્રુઆરીથી શરૂ થનારી સીરિઝ પણ એક દિવસ પહેલાં એટલે કે 24 ફેબ્રુઆરીથી શરૂ થશે.
- Advertisement -
પહેલી T-20I લખનઉમાં રમાશે
BCCIના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે શ્રીલંકા પહેલા પોતાની T20I સીરીઝ રમશે, જેમાં ત્રણ મેચો સામેલ છે. આ મેચો રમાઈ જાય ત્યારબાદ બે મેચોની ટેસ્ટ સીરીઝ હશે. આ સીરીઝ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, 2021-23નો એક ભાગ હશે. પ્રથમ T20I ક્રિકેટ મેચ લખનૌમાં રમાડવામાં આવશે. આ પછીની આગામી બે મેચોનું આયોજન ધર્મશાળા ખાતે કરવામાં આવશે. ત્યાર બાદ પ્રથમ ટેસ્ટ હવે 4 થી 8 માર્ચ દરમિયાન મોહાલીમાં અને બીજી ટેસ્ટ બેંગલુરુમાં 12 થી 16 માર્ચ દરમિયાન રમવામાં આવશે.નોંધનીય છે કે ગત મહિને દક્ષિણ આફ્રિકા સામે ભારતની હાર બાદ વિરાટ કોહલીએ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી.