તાંત્રિક વિધિનો વિડીયો વાઇરલ થતાં પોલીસે કાર્યવાહી કરી
ખાસ-ખબર ન્યૂઝ ધોરાજી
રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકા સંચાલિક સ્મશાનમાં એક ઇસમ તાંત્રિક વિધિ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે સ્મશાનમાં અગ્નિદાહના ખાટલા પર બેસીને તાંત્રિકવિધિ કરી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં અશ્વીનભાઈ ગોપાલભાઈ મકવાણાને ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પૂછપરછ કરતા તેમણે ધોરાજી નગરપાલિકાના સ્મશાન ગૃહમા અગ્નિદાહ દેવાના ખાટલા સામે બેસી તાંત્રીક વિધિ કરતો હોવાનું તથા અલગ-અલગ કાળા જાદુઓની શક્તિઓ ધરાવી ડોળ કરતો હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -
પોલીસે વાયરલ વીડિયોના આધારે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ GUJARAT PREVENTION AND ERADICATION HUMAN SAERIFICE AND THER INHUMAN EVIL AND AGHORI PRACTICES AND BLACKMAGIC ACT-2024 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અંધશ્રદ્ધા ફેલાવા અંગે બ્લેક મેઝીક એકટ-2024ના નવા કાયદાની જોગવાઈની કલમ-3 મુજબ 6 માસથી લઇને 7 વર્ષ સુધીની કેદની સજા અને 5 હજારથી લઈને 50 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.