કટારિયા ચોકડી પર 744 મીટર લાંબો-23.10 મીટર પહોળો બ્રિજ 30 મહિનામાં બનશે; કેકેવી બ્રિજ નીચે સ્પોર્ટ્સ બોક્સ-રેસ્ટોરન્ટ બનાવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મનપા કચેરીએ આજે (7 જાન્યુઆરી) સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં વિકાસ કામોની 67 દરખાસ્તો પર મંજૂરીની મહોર લાગી છે. જેમાં કટારીયા ચોકડી ખાતે રૂ.167 કરોડના ખર્ચે શહેરનો પહેલો થ્રી લેયર આઇકોનિક બ્રિજ બનાવવામાં આવશે. તેમજ કે.કે.વી. ચોક બ્રિજની નીચે રૂ. 1 કરોડથી વધુના ખર્ચે વિવિધ ગેમ્સ માટેના બોક્સ તેમજ રેસ્ટોરન્ટ સહિતના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. શહેરના 18 વોર્ડમાં નવા રોડ-રસ્તા સહિત રૂ. 216 કરોડથી વધુના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા હતા. કે.કે..વી ચોક બ્રિજની નીચે ગેમ્સ, સાથે જ ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પે એન્ડ પાર્ક પણ તૈયાર કરવા સહિતનાં નિર્ણયો આજની બેઠકમાં લેવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 11માં રૂા. 167.24 કરોડના ખર્ચે કાલાવડ રોડ પર અન્ડરબ્રિજ તથા ફલાયઓવર બ્રિજ બનાવવાનુ કામ, રૂા. 56.52 લાખના ખર્ચે મોટામવા વિસ્તારમાં, રૂા. 30.22 લાખના ખર્ચે પંચરત્ન પાર્ક તથા નવા 150 ફૂટ રિંગ રોડને લાગુ રસ્તામાં મેટલીંગ કરવાનું કામ, રૂા. 30.70 લાખના ખર્ચે સત્યજિત સોપાનવાળા રોડ પર તેમજ રૂા. 21.45 લાખના ખર્ચે અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં મોદી સ્કૂલવાળા રોડ પર રસ્તાની સાઈડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક લગાડવાનું કામ, આમ કુલ રૂા. 168.64 કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલા છે. રાજકોટનાં વોર્ડ નં.8માં કાલાવડ રોડ પર કેકેવી ચોકના મલ્ટીલેવલ બ્રિજ નીચે પરીમલ સ્કૂલ સામે જુદી જુદી ચાર સ્પોર્ટસ સુવિધા ઉભી કરવા આયોજન કરાયું છે. બ્રિજ નીચેના ભાગમાં ઇન્ડોર ગેમ્સ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા 10.89 ટકા ઓછા ભાવ આવતા રૂપિયા રૂ. 36.49 લાખના ખર્ચે આ સુવિધા ઊભી કરવામાં આવશે. 10.5 મીટરની સાઇઝમાં બંને તરફ 18 ફુટ ઊંચી સેફટી ગ્રીલ બંધાશે. 114 ચો.મીટરમાં પાથ-વે ઉભો કરવામાં આવશે. આ જ જગ્યા પાસે બોકસ ક્રિકેટ બનાવવાનું પણ આયોજન કરીને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. 13.522 મીટરના બોકસ બનાવવા માટે 7.35 ટકા ભાવ નીચા આવતા રૂ. 50.82 લાખના ખર્ચે આ લોકપ્રિય ગેમની સુવિધા ઉભી કરાશે. તો આ સાથે પીકલ બોલ સુવિધા માટે પણ ચારેતરફ 18 ફુટની સેફ્ટી ગ્રીલ અને 114 ચો.મીટરનો પાથ-વે બનાવવામાં આવશે. પીકલ બોલના કામ માટે 7.17 ટકા વધુ ભાવ આવતા રૂ. 58.79 લાખમાં આ કામ થશે. આ ઉપરાંત રૂ. 42.47 લાખમાં અહીં સ્કેટિંગની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. આ માટેની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે.
આ ઉપરાંત સામાકાંઠે વોર્ડ નં.6માં પ્રદ્યુમન પાર્ક પાસે આવેલ સાગરનગર અને બેટ દ્વારકા ઝુંપડપટ્ટીનાં 196 આવાસ ધારકોને અન્ય યોજનામાં પુન: સ્થાપિત કરવા નીતિવિષયક દરખાસ્ત આવી છે. આ ઝુંપડાવાળો રસ્તો ખાલી કરાવીને રાંદરડા તળાવના રસ્તે આઇકોનિક બ્રિજ બનાવવા પ્રોજેકટ તૈયાર કરાયો છે. તે પૂર્વે ઝુંપડાવાળી જગ્યા ખાલી કરાવવાની છે. વોર્ડ નં.6માં પ્રદ્યુમન પાર્ક પાસે વર્ષો જુનો સાગરનગર અને બેટ દ્વારકા સ્લમ વિસ્તાર આવેલો છે. લાલપરી, રાંદરડા તળાવ વિસ્તારને રી-ડેવલપ કરીને ત્યાં આઇકોનિક બ્રિજ બનાવવા માટેનું આયોજન અગાઉ સરકારે મંજૂર કરેલું છે. આ માટેની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી છે.
- Advertisement -
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.11માં રૂા. 21.45 લાખના ખર્ચે અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં મોદી સ્કૂલવાળા રોડ પર રસ્તાની સાઈડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક લગાડવાનું કામ, રૂા. 56.52 લાખના ખર્ચે મોટામવા વિસ્તારમાં મેટલીંગ કરવાનું કામ, રૂા. 30.70 લાખના ખર્ચે સત્યજિત સોપાનવાળા રોડ પર રસ્તાની સાઈડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક નાખવાનું કામ, રૂા. 30.22 લાખના ખર્ચે પંચરત્ન પાર્ક તથા નવા 150 ફૂટ રિંગ રોડને લાગુ રસ્તામાં મેટલીંગ કરવાનું કામ આમ કુલ રૂા. 1.38 કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવ્યા છે તથા વોર્ડ નં.18માં રૂા. 3.53 કરોડના ખર્ચે ધ્વની ઇન્ડસ્ટ્રીઝ, સુમંગલ ઇન્ડસ્ટ્રીઝ, બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં તેમજ રૂા. 3.74 કરોડના ખર્ચે ક્લાસિક ઇન્ડસ્ટ્રીઝ, ન્યુ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ, એટલાસ ઇન્ડસ્ટ્રીઝ વિગેરે ઇન્ડસ્ટ્રીઝમાં મેટલીંગ કરવાનું કામ અને રૂા. 63.30 લાખના ખર્ચે કોઠારીયા વિસ્તારમાં આવેલ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ફર્નીચર બનાવવાનું તથા આનુષંગિક પરચુરણ કામ આમ કુલ રૂ.7.91 કરોડના કામો અને વોર્ડ નં. 16માં રૂા. 17.97 લાખના ખર્ચે પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનું કામ, વોર્ડ નં.14માં રૂા. 23.09 લાખના ખર્ચે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાપુનગર રોડ પર બંને સાઇડમાં પેવિંગ બ્લોક નાખવાનું તથા હાથીખાના શેરી નં. 14માં સી.સી. કરવાનું કામ, વોર્ડ નં.12માં જનભાગીદારી યોજના હેઠળ રૂા. 34.77 લાખના ખર્ચે શનૈશ્ર્વર સોસાયટી, રિધ્ધિ-સિધ્ધી સોસાયટીના કોમન પ્લોટ તથા આશ્રય ગ્રીન સોસાયટીમાં, રૂા. 30.26 લાખના ખર્ચે સુખસાગર સોસાયટી, કૈલાશ પાર્ક, રૂપ રેસીડેન્સી, અંજલી સોસાયટી, અલય વાટિકા તથા નંદનવન સોસાયટી-2 ના કોમન પ્લોટમાં, રૂા. 34.81 લાખના ખર્ચે શ્યામ પાર્ક, શ્રીનાથજી પાર્ક, જય ગુરુદેવ પાર્ક તથા ધનરાજ પાર્કના કોમન પ્લોટમાં, રૂા. 35.26 લાખના ખર્ચે મધુવન સોસાયટી, કર્મચારી સોસાયટી, શિવ વાટિકા, તિરૂપતિ પાર્ક, ગોવિંદરત્ન ગ્રીન સિટી શેરી નં.3, ગેલ આઈ પાર્ક તથા શિવધાર સોસાયટીના કોમન પ્લોટમાં, રૂા. 13.01 લાખના ખર્ચે સમૃધ્ધિ પાર્ક, રાધિકા પાર્ક તથા પ્રેમવતી પાર્કના કોમન પ્લોટમાં તેમજ રૂા. 32.96 લાખના ખર્ચે દ્વારકાધીશ સોસાયટી શેરી નં.2 તથા 3 માં કોમન પ્લોટમાં તથા પુનિત પાર્ક શેરી નં.2,3 અને 8 તથા મિત હાઇટ્સ પાસે જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્લોક નાખવાનું કામ આમ કુલ રૂ.1.81 કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવ્યા છે.
વધુમાં વોર્ડ નં.9માં રૂા. 20.22 લાખના ખર્ચે ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનું કામ તેમજ રૂા. 40.46 લાખના ખર્ચે યોગેશ્ર્વર પાર્ક, ન્યુ યોગીનગર, સેલ્સટેક્સ, ટેલીગ્રાફ સોસાયટી, બાલાજી સોસાયટી, મધુવન પાર્ક અને રઘુવીર પાર્કમાં રસ્તાના સાઈડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્લોક નાખવાનું કામ તેમજ રૂા. 37.65 લાખના ખર્ચે ટોપલેન્ડ રેસી., સવન સેફ્રોનથી પાટીદાર ચોક, નંદગાવ મેઇન રોડ, જલારામ-3, જે.એમ.સી. નગરમાં રસ્તાના સાઇડ સોલ્ડરમાં પેવીંગ બ્લોકનું કામ આમ કુલ મળીને રૂા. 98.34 લાખના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવ્યા હતા. વોર્ડ નં.4માં રૂા. 66.94 લાખના ખર્ચે નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે બહારના ભાગે પાણીનો ટાંકો બનાવવાનું કામ, રૂા. 1.19 કરોડના ખર્ચે ભગવતીપરા વિસ્તારમાં બોરીયા સોસાયટી મેઇન રોડ પર આર.સી.સી રોડ બનાવવાનુ કામ, રૂા. 51.11 લાખના ખર્ચે ભગવતીપરા મેઇન રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપગટર નાખવાનુ કામ આમ કુલ રૂ.2.38 કરોડના જુદા જુદા કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવ્યા હતા. આમ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 216 કરોડથી વધુના વિકાસના કામોને મંજૂરી મળી જેમાં કટારીયા ચોકડીએ અંદાજિત 167 કરોડના ખર્ચે કેબલ બ્રિજ બનાવવાની દરખાસ્ત તેમજ કેકેકવી ચોક બ્રિજની નીચે ગેમ્સ સાથે ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પે એન્ડ પાર્ક પણ તૈયાર થશે.
આમ 216 કરોડની માતબર રકમ રાજકોટના વિકાસના કામો માટે વાપરવામાં આવશે.
રાજકોટના 18 વોર્ડમાં રૂ. 167 કરોડના વિકાસ કામો થશે: ચેરમેન
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા કચેરીએ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિકાસની 67 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. રાજકોટના 18 વોર્ડના વિકાસ કામો માટે રૂ. 141 કરોડ અને જીએસટી મળીને રૂ. 167 કરોડનો ખર્ચ થશે. રાજકોટનો સૌથી વધુ વિકાસ પશ્ચિમ વિસ્તારમાં છે. જ્યાં મેટોડા જીઆઇડીસી તેમજ ખીરસરા જીઆઇડીસી પણ આવેલી છે. જેને લઈને રાજકોટની કટારીયા ચોકડીએ ગુજરાતનો પ્રથમ થ્રી લેયર આઇકોનિક બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 30 મહિનામાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવશે, જેનો લાભ લાખો શહેરીજનોને મળશે.