રાજકોટ શહેરમાં 2,869 અને જિલ્લામાં 4,220 બાળકોને પ્રથમ ડોઝ અપાયો
આજથી સમગ્ર દેશમાં 12 થી 14 વર્ષના બાળકોને કોરોના સામેની રસી આપવાના નિર્ણયના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી 10 શાળાના 2,869 બાળકોને સંલગ્ન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મીઓ દ્વારા રસી આપવામાં આવ્યું હોવાનું ડો. પંકજ રાઠોડે જણાવ્યું છે. જયારે રાજકોટ જિલ્લામાં 101 આરોગ્ય કેન્દ્રની મદદથી શાળાઓના 4,220 બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હોવાનું આરોગ્ય અધિકારી શ્રી મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું.
12 થી 14 વર્ષના બાળકોને રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મહાત્મા ગાંધી સ્કૂલ, શાસ્ત્રીનગર સામે, નાનામવા રોડ ખાતેથી વેક્સીન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 15મી માર્ચ 2010 પહેલા જન્મેલા બાળકોને આ વેક્સીનેશનમાં આવરી લેવામાં આવી રહ્યા છે.
- Advertisement -
22 આરોગ્ય કેન્દ્ર અને 17 સ્કુલોમાં રસીકરણ
આજે મહાનગરપાલિકા દ્વારા તમામ 22 આરોગ્ય કેન્દ્ર અને 17 શાળાઓમાં રસી આપવામાં આવી રહી છે જેમાં શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, નંદનવન આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, સદર આરોગ્ય કેન્દ્ર, રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર, ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, હુડકો આરોગ્ય કેન્દ્ર, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, જંકશન આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર, ઈંખઅ આરોગ્ય કેન્દ્ર, કબીરવન આરોગ્ય કેન્દ્ર, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, પ્રણામી આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, સત્યમ વિદ્યાલય, પ્રકાશ જ્ઞાનમંદિર, મહાત્મા ગાંધી સ્કુલ, સંત પુનીત મહારાજ પ્રાથમિક શાળા – 87, ન્યુ એરા સ્કુલ, બારદાનવાલા સ્કુલ, ક્રિષ્ના સ્કુલ, ડ્રીમ ઇન્ડિયા સ્કુલ, સ્પેશિયલ હોમ ફોર બોયસ એન્ડ ગર્લ્સ, લાલબહાદુર શાષાી શાળા, નાલંદા વિદ્યાલય, મનહર વિજય વિદ્યાલય, શાંતિનિકેતન સ્કુલ, બાલક્રિષ્ના સ્કુલ, એલ.જી.ધોળકિયા, સરસ્વતી સ્કુલ, કોઠારીયા તાલુકા શાળા ખાતે 12 થી 14 વર્ષના બાળકોને વેક્સીન આપવામાં આવી રહ્યું છે.