-જી-20ના અધ્યક્ષપદથી ભારતની વૈશ્વીક ઓળખ મજબૂત બની હતી: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
-કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અશ્વીની વૈષ્ણવ તેમજ જી-20ના ભારતના શેરપા અમિતાભ કાંત અને ગ્રુપ ઓફ ટવેન્ટીના 19 દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ
- Advertisement -
વિશ્વના અગ્રણી રાષ્ટ્રોમાં ભારતને એક ખાસ સ્થાન સાથે જી-20 દેશોના અધ્યક્ષપદ અને યજમાનપદ મળ્યા બાદ ગઈકાલથી ગાંધીનગરમાં જી-20 દેશોની બી-20 ઈન્સેપ્શન બેઠકોનો પ્રારંભ થઈ ગયો છે અને આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય વ્યાપારમંત્રી પિયુષ ગોહેલ, રેલ્વેમંત્રી અશ્વીની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જી-20 દેશો માટેના ભારતના શેરપા અમિતાભ કાંતની હાજરીમાં ઉદઘાટન સત્ર યોજાયું છે.
ગુજરાતમાં શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચારવિમર્શ અને બેઠકોના આયોજન સાથે આ ઐતિહાસિક ઈવેન્ટમાં ગુજરાતની ભૂમિકાના ભાગરૂપે રાજયમાં નવેમ્બર 2023 સુધીમાં પંદર બેઠકોનું આયોજન થનાર છે. જેમાં આજથી બિઝનેસ-20 (બી-20) ઈન્સેપ્શન બેઠક તા.24 સુધી યોજાશે.
G20 સમિટ અંતર્ગત આયોજિત B20 ઇન્સેપ્શન બેઠકમાં ભાગ લેવા દુનિયાના વિવિધ દેશોના પ્રતિનિધિઓ ગાંધીનગર પધાર્યા છે ત્યારે તેમને વધાવવા મહાત્મા મંદિરમાં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરાઈ હતી, જેને માન. કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ તથા મંત્રીમંડળના સાથીઓની સાથે નિહાળી. pic.twitter.com/9KwXm9iuBN
- Advertisement -
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 22, 2023
આ પુર્વે ગઈકાલે જી-20 દેશોનાં સહભાગી ડેલીગેટ રાષ્ટ્ર તેમજ આમંત્રીતો માટે મહાત્મા મંદિર ખાતે સંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અને તેમાં ગુજરાતની કલા, સંસ્કૃતિનો કાર્યક્રમ નિહાળી મહેમાનો અભિભૂત થઈ ગયા હતા.વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં એક અગ્રણી રાજય અને વૈશ્વીક ઓળખ બનાવે છે તે સમયે આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટે મૂખ્ય મંચ સમાન જી-20માં ગુજરાતની ભૂમિકા પણ મહત્વની બની જશે.
B-20 ઈન્સપેશન સહભાગી ડેલીગેટ રાષ્ટ્ર તથા આમંત્રીતો માટે મહાત્મા મંદિરમાં બહુવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા, રાસ, આદિવાસી નૃત્ય રજુ થયા હતા.