આસ્થા ટ્રેનનું રવિવારે રાજકોટથી ભવ્ય પ્રસ્થાન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્રના રામભક્ત ભાઈઓ અને બહેનો અયોધ્યા દર્શન કરાવા માટે પહેલી ટુકડી ‘આસ્થા’ ટ્રેનનું ગઈકાલે પ્રસ્થાન થયું હતું. વહેલી સવારે રાજકોટ રેલવે જંકશન જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સંઘ સમવિચારી સંગઠનો અને વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ભાઇ-બહેનો અયોઘ્યા દર્શન કરી શકે તે માટે અયોધ્યા તીર્થક્ષેત્ર દ્વારા ઈંછઈઝઈ નાં માધ્યમથી અયોઘ્યા દર્શન કરવા માટે આ ટ્રેન રાજકોટ જંકશનથી સવારે 5-45 વાગે રવાના થઈ જે તા. 14-02-2024ના રોજ રાત્રે 10-30 વાગ્યે પરત આવશે. રાજકોટ રેલવે જંકશન પર વહેલી સવારે 4-30 વાગ્યે આ યાત્રીઓનું સંગીતમય ભક્તિસભર વાતાવરણમાં રેલવે તંત્ર તરફથી તુલસી માળા પહેરાવી કુમકુમ તિલકથી અભિવાદન કરવામાં આવ્યું હતું. યાત્રિકોની ટ્રેન શાસ્ત્રોક્ત વિધિથી પુજન પછી રાજકોટના મેયર તેમજ ઉપસ્થિત મહાનુભાવો, રેલવેના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓએ અયોધ્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ માટે સ્થાનિક રેલવે તંત્રની તૈયારી અને સ્વાગત તથા વ્યવસ્થા માટેનો ઉત્સાહ પ્રશંસનીય હતો.
રાજકોટથી જનાર આ ટુકડીને વિદાય આપવા રાજકોટની ધર્મપ્રેમી જનતા વહેલી સવારમાં ઠંડીમાં પણ મોટી સંખ્યામાં ભારે ઉત્સાહથી અયોધ્યાના યાત્રાળુઓને વિદાય આપવા આવી હતી. પ્રસ્થાન કરાવવા વહેલી સવારે આયોજિત કાર્યક્રમમાં રાજકોટના મેયર નયનાબેન પેઠડીયા વિશ્ર્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શાંતુભાઈ તથા વિશ્ર્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોવાણી કાર્યકારી અધ્યક્ષ વિશ્ર્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર હસુભાઈ ચંદારાણા, હિન્દુ જાગરણ મંચના રાજકોટ મહાનગરના સંયોજક મંગેશભાઈ દેસાઈ, હિન્દુ જાગરણ મંચના પ્રાંતની ટીમમાં વિક્રમસિંહ પરમાર, ભાજપ બક્ષીપંચ મોરચા પ્રભારી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી ગુજરાત પ્રદેશના ચમનભાઈ સિંધવ, રાજકોટ વીએચપીના કાર્યાલય મંત્રી નાનજીભાઈ શાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવીણસિંહ રાઠોડ, ડો. આશિષભાઈ શુક્લ, ડો. વિરમભાઈ સાંબડ, વિપુલભાઈ પટેલ, મુકેશભાઈ કામદાર, ભરતભાઈ કુંવરિયા ઉપસ્થિત રહ્યા હતા.