રાજકોટ, અમદાવાદ, ધોરાજી, સુરત, નડીયાદથી પણ લોકો જોડાશે, રાજકોટથી ટ્રેનમાં રવાના થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
બાબા-બરફાનીના દર્શન કરવા માટે અમરનાથ યાત્રીકો થનગની રહ્યા હતા અને આ યાત્ર શરૂ થઇ ગઇ છે અને જૂનાગઢથી બાબા અમરનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ભોલેનાથ ગૃપ દ્વારા યાત્રીકોનું પ્રથમ જુથ અમરનાથ જવા માટે રવાના થશે. શુભેશ્ર્વર મહાદેવ મંદિર, ખલીલપુર રોડ, જૂનાગઢથી રવાના થનાર છે. દર વર્ષે વધારેમાં વધારે યાત્રીકો અમરનાથ યાત્ર તરફ વળે તે માટે આ સંસ્થાઓ કાર્યરત છે બહારગામના લોકો પણ આ ગૃપમાં જોડાતા હોય છે તે રીતે રાજકોટ, અમદાવાદ, ધોરાજી, સુરત, નડીયાદથી પણ લોકો જોડાવાના હોય છે. રાજકોટથી 9-45ની ટ્રેનમાં બધા યાત્રીકો રવાના થશે.
આ યાત્રીની મુખ્ય વિશિષ્ટતા એ છે કે, કબુલભાઇ વાઘેલા તથા ભરતભાઇ રામાણી તથા તેમની ટીમ દ્વારા દર વર્ષેઘણા ખરા અન્નક્ષેત્રોમાં ચીકી, અથાણા, ચાની ભુકી તથા ખારી સીંગ મોકલવામાં આવે છે તે પૈકી આ વર્ષે 2650 કીલો ચીકી, કેરીનો છુંદો તથા લીબુનુ અથાણુ-1200 કીલો, ચણા, મેથીનું અથાણુ 250 કીલો, રરપ કીલો સીંગ તથા ચાની ભુકી જમ્મુથી લઇ પોષપત્રી સુધીના કુલ 17 ભંફારાઓને જૂનાગઢથી દાતાઓની સહકારથી મોકલવામાં આવે છે. આ મંડળનો એક હેતુ એ છે કે, વધુમાં વધુ લોકો બરફાનીના દર્શન કરે અને યાત્રાળુઓને વધારેમાં વધારે મદદરૂપ થઇ શકાય.