મેજર કોલ જાહેર કરાયો હતો: પ્લાસ્ટિક વધુ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી
રાજકોટના 6 ઉપરાંત ગોંડલ, ધોરાજી, શાપર, જામનગર, ઉપલેટાથી ફાયર ફાઈટર દોડાવાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની ભાગોળે મેટોડામાં આવેલી ગોપાલ સ્નેક્સ એન્ડ નમકીન ફેક્ટરીમાં ગઈકાલે બપોરે આગ લાગી હતી. ફાયર બ્રિગેડને 2.36 વાગ્યે જાણ કરવામાં આવી હતી. તે પછી 15 જેટલા ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી આઠ કલાકની જહેમત બાદ રાત્રે 10 વાગ્યા બાદ આગ પર કાબૂ મેળવાયો હતો દોઢથી 2 લાખ લીટર પાણી વપરાયું હતું પેકેજીંગ વિભાગમાં પેકિંગ મશીનમાં થયેલા શોટ સર્કીટને લીધે આગ લાગ્યા બાદ પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ થતો હોય તેમજ તેલ અને પૂઠા હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. પરિસ્થતિ વધુ ગંભીર હોય ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. વિકરાળ આગ લાગતા ધૂમાડા દુર દુર સુધી હવામાં ભળી ગયા હતા. આ ધુમાડા મિશ્રિત હવાને લીધે આજુબાજુના લોકોને આંખમાં બળતરા થઈ હતી.
મેટોડાની ગોપાલ નમકીન ફેક્ટરી આગમાં ખાખ થઈ ગઈ છે જેમાં કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે. આઠ કલાકે આગના લબકારા બંધ થયા હતા આગ પર કાબૂ મેળવવા રાજકોટના વિવિધ ફાયર સ્ટેશન જેમ કે કાલાવડ રોડ, રેલનગર, રામાપીર ચોકડી, કોઠારીયા રોડ, મવડી, અને મુખ્ય ફાયર સ્ટેશનના છ ઉપરાંત ગોંડલ, શાપર, મેટોડાના બે બે ફાયર ફાઈટર, જામનગર, કાલાવડ, ધોરાજી, ઉપલેટાથી એક એક મળી કુલ 15 જેટલાં ફાયર ફાયટર દોડવાયા હતા બનાવ બન્યો ત્યારે ફેક્ટરીમાં 400 કર્મચારીઓ કામ કરતાં હતા આગ વિકરાળ બની ત્યાં 200 મહિલા કર્મીઓને તાબાળતોબ બહાર કાઢવામાં આવી હતી ગોપાલ નમકીન ફેક્ટરી ચાલુ હતી. ત્યાં બુધવારે નહીં પણ રવિવારે રજા હોય છે જોકે આસપાસની બીજી ફેક્ટરીઓમાં રજા હોવાથી મોટી સંખ્યામાં શ્રમિકોના ટોળા બનાવ સ્થળ આસપાસ ઉમટી પડયા હતા. જેને ફેક્ટરીથી દુર રાખવા માટે પોલીસ કાફલો દોડી ગયો હતો. ખુદ જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ પણ દોડી આવેલા હતા ઉપરાંત ડીવાયએસપી કે. જી. ઝાલા સહિતના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરા, પીએસઆઈ એચ. સી. ગોહિલ અને એલસીબી ટીમ, એસઓજી પીઆઇ એફ.એ. પારગી, પીએસઆઈ બી. સી. મિયાત્રા અને એસઓજી ટીમ, મેટોડા પોલીસની ટીમ દોડી ગઈ હતી. ફેક્ટરીને ચારેકોરથી કોર્ડન કરી લેવાઈ હતી.
- Advertisement -
ફેક્ટરીમાં ઉત્પાદન, પેકિંગ, ઑફિસ, કર્મચારીઓ માટે હોસ્ટેલની સુવિધા
ગોપાલ નમકીન કંપની અહીં 12 વીઘા જમીન ઉપર પથરાયેલ છે. વર્ષ 1994માં નાના પાયેથી કાર્યરત આ ફેક્ટરી શરૂ થયેલી છે હાલ ફેક્ટરીમાં ઉત્પાદન, પેકિંગ, ઓફીસ, કર્મચારીઓ માટે હોસ્ટેલ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ફેક્ટરીમાં બે શિફ્ટમાં 1200-1200 કર્મચારીઓ કામ કરે છે.
ગોપાલ નમકીનને 13.50 કરોડ GST ભરવા નોટિસ આપી હતી
રાજકોટમાં મેટોડા ખાતે આવેલ ગોપાલ નમકીને પોતાના આવક અને નફા મુજબ ટેક્સ ભર્યો નહોતો. આ અંગે સીજીએસટી ડિપાર્ટમેન્ટે અગાઉ પણ તાકીદ કરી હતી. રૂ.13.50 કરોડનો બાકીનો ટેક્સ ભરી દેવા માટે બે દિવસ પહેલાં જ નોટિસ ભરી દેવા માટે શોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, જો ટેક્સ નહિ ભરવામાં આવે તો ટેક્સચોરીની સાથે-સાથે પેનલ્ટી પણ વસૂલાત કરવામાં આવશે.