ફેસબૂક પર જ્યાં જૂઓ ત્યાં.. ધી કાશ્મીર ફાઈલ્સની ચર્ચા..
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ અંગે એકથી એક ચઢિયાતી પોસ્ટ જોવા મળી રહી છે
– ભાવિન છાયા
“जब हम पुलिसवालोंको किसी हार्डकोर क्रिमीनलको पकडना होता है, तब हम सबसे पहले पता लगातें हैं की इनकी रखैल कौन है? और जानते हो इन टेरेरिस्ट्स् की सबसे बडी रखैल कौन है? मिडिया..”
પુનિત ઇસ્સારનો The Kashmir Files નો આ ડાઈલોગ પૈસા માટે ગમ્મે તેની સામે નગ્ન થઇ કેબ્રે કરવા માંડતા આજના અને ભુતકાળના પણ પત્રકારત્વનું પ્રતિબીંબ છે, પછી તે ન્યુઝ ચેનલ હોય, પ્રીન્ટ મિડીયા હોય, ડીજીટલ પ્લેટફોર્મ હોય, કે છાપામાં કે મેગેઝીનસ્ માં અઠવાડીયે કલમ ઢસડતા ‘લેખકો’ હોય. વિટંબણા એ છે કે આમની ૯૯.૯૯% પ્રજાતિ દેશવિરોધી અને વામપંથી છે.
સત્યને દબાવવામાં આ નાચણિયાઓ હંમેશા તત્પર રહ્યા છે. શું ન બતાવવું એના પર એમનું ફોકસ વધુ હોય છે. કોઇપણ નેરેટિવને કાપી,કચડી, મરોડી, જનતા સામે પ્રસ્તુત કરવામાં આ લોકો માહિર છે. અરણાબ ગોસ્વામી, સુધીર ચૌધરી જેવા એન્કરો કે પછી ગુજરાતી લેખકોમાં સૌરભ શાહ કે કિન્નર આચાર્ય સિવાયના સત્ય ઉજાગર કરતા મિડિયાકર્મીઓ મને તો યાદ પણ નથી આવતા.
આ ફિલ્મને સૌપ્રથમ તો રિલિઝ થતી અટકાવવામાં અને પછી સામાન્ય જન સુધી ન પહોંચે એ માટે પ્રમોટ ન થવા દેવાના શક્ય એટલા બધા પ્રયત્નો થયા, ભારત જેવા વિશાળ દેશમાં માત્ર ૬૦૦ જેટલી સક્રીન્સ્ આપવામાં આવી. બોલીવુડના એકપણ ભાંડે ન નોંધ લીધી, ન લેવા દીધી. ફીલ્મને ફ્લોપ કરવા, કરાવવા માટે છેલ્લી કક્ષાના ષડયંત્રો થયાં. પરંતુ, એમના બધા પાસા ઉંધા પડ્યાં, થેન્કસ ટુ સોશિયલ મિડીયા કે જ્યાં રાઈટ વિંગરોએ સ્વયંભુ જવાબદારી ઉપાડી લીધી આ ફીલ્મને સુપરહીટ કરાવવાની. એકસાથે બસ્સો ત્રણસો ટિકીટો બુક થવા લાગી. રિલીઝના ત્રીજા જ દીવસથી ફાળવાયેલી સક્રીન્સ્ ડબલ કરવી પડી.હજુ પણ વધારવી પડશે,અનેક રાજ્યોમાં ટેક્સ ફ્રી કરાઈ. લોકો સ્વખર્ચે મોટ્ટા સમુહમાં મિત્રો અને સબંધીઓને લઇ ગયા. અક્ષય કુમારે બચ્ચન પાંડે રિલીઝ થવાની પોસ્ટ આજે બપોરે મુકી ત્યાં ૮૦૦ માંથી ૭૫૦ કોમેન્ટ કાશ્મીર ફાઈલ્સ્ જોઇશું એવી છે. અમિતાભ બચ્ચનને રોજ રાત્રે લોકો કાશ્મીર ફાઇલ્સ વિશે બે શબ્દો કહેવા ગાંડુ પ્રેશર કરે છે. આ લોકજુવાળનું કારણ સહનશકિતની હદ છે. વામપંથી કીડાઓ એ બનાવેલા રાજમહેલના કાંગરાઓ ખરી રહ્યા છે, સદનસીબે દેશમાં હજુ રાષ્ટ્રવાદી વિચારધારા બહુમતીમાં છે જેનું સીધ્ધું પ્રમાણ વર્તમાન કેન્દ્ર સરકારને મળેલી પ્રચંડ બહુમતી અને તાજેતરના રાજ્યોના ચુંટણી પરિણામો છે. મિડીયાને નગ્ન નાચના સ્ટેપ શીખવાડવાવાળી સૌથી જુની પાર્ટીના સદંતર અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું થયું છે.
૨૦૧૬ની સાલ સુધી દેશની રાજધાનીમાં ‘ભારત તેરે ટુકડે હોંગે’ અને ‘લે કે રહેંગે આઝાદી’ જેવાં સુત્રો એક મહાવિદ્યાલયના પ્રાંગણમાં જો લાગી શકતાં હોય તો વિચારો, આ વામી ઉધઇઓએ તેના પાયા કેટલા ખોખલા કરી નાખ્યા હશે? પરંતુ, આ જીવાતોની ટ્રીટમેન્ટ પણ હવે આપણે જ કરવાની છે. સરકાર તો કરી જ રહી છે. ૩૭૦ હટાવ્યા પછી કાશ્મીરમાં એક સુતળીબોંબ પણ ફુટવા દેવાયેલ નથી.
લેફ્ટીસ્ટ સુરસુરિયાંઓને ‘દેખો ત્યાં ઠાર’ કરવાના છે. બોલીવુડના નપુસંક રીવ્યુકારો, ફેસબુક કે ટ્વીટર પર *ડીરોના કરતા આપિયાઓ અને પાપિયાઓ, કે પ્રજાનું ઝનુન સમજ્યા વગર ‘પ્રેમ પ્રકરણ’ ને પંપાળતા અર્ધનારેશ્વરોને તેમની હેસિયત અને આપણી ક્ષમતાઓ દેખાડવાનો આ પ્રાઈમ ટાઈમ છે. આપણાં ટેરવાંઓ ૬ ઇંચની સક્રીન અને વાર તહેવારે ઇવીએમ પર ફરે ત્યારે એમના છક્કા છુટી જવા જોઇએ.
JNUની એક સિનિયર પ્રોફેસર, સ્વરુપે પલ્લવી જોશીનું પાત્ર,જો કહી શકતી હોય કે “सरकार उनकी है, लेकीन सिस्टम तो हमारा है” તો નફરતનુ વાવેતર કેટલું ઉંડુ હશે. બસ એ લોકોને એ જ સમજાવવાનો સમય છે કે ‘अब सरकार भी हमारी होगी और सिस्टम भी’…
જય હીંદ, ભારતમાતા કી જય..
– ગૌરાંગ અમીન
રોજા ફિલ્મ આશ્રમ રોડ પરની વિશાળ ટોકીઝમાં લાગેલી. એકદમ ડિસીપ્લીન્ડ દર્શકો. લોઅરની પહેલી રોમાં પણ ભણેલા ‘ને પૈસે ટકે સુખી માણસો. ઈન્ટરવલમાં રહસ્યમય શાંતિ. અંતમાં જન ગણ મન… આખી ટોકીઝ ઉભી. સલામી આપે. નવથી બારનો શો. એક માણસને ઘરે જવા કે પાર્કિંગમાંથી ફટાફટ વાહન કાઢવાની ઉતાવળ નહીં.
છેલ્લો ડાયલોગ બહુ ઓછાને નહોતો ગમ્યો- અબ એક આતંકવાદી આંસુ પોંછેંગા. મને નહોતો ગમ્યો. પણ પછી તો એવું ચાલતું ગયું તે વાત પહોંચી કે એમને આતંકવાદી નહીં કહેવાના. ના સમજ્યા? કઈ નહીં. ના સમજાય તો કાશ્મીર અંગે રીડિંગ વધારો. ફક્ત એટલું જાણો કે હિંસા. રેપ, લૂંટ વગેરે થયેલું? કેટલું થયેલું? પ્રોપર્ટીઓનું શું થયેલું? જગમોહને એમના અનુભવની કિતાબમાં એ વર્ષોમાં લખેલું કે કાશ્મીરમાં કેટલા મંદિર હતા અને કેટલા ઇસ્લામિક આતંકીઓએ તોડ્યાં.
ફિલ્મ “કાશ્મીર ફાઇલ્સ” સારી છે. પણ, ગાગરમાં સાગર જેવડા આંસુ ના સમાય. આંસુના સાગરનું પ્રતીક કહેવી એ ભારતની બદનસીબી છે, કમજોરી છે. ડોક્યુમેન્ટ્રી? ના. કાશ્મીરમાં ઇસ્લામિક આતંકવાદીઓએ કરેલી ક્રૂરતા બતાવી કે વર્ણવી ના શકાય. અને જે મહાવિકૃત પ્રકારના રેપ થયેલા એ ઇસ્લામિક આતંકવાદીઓ ‘ને એમના ટેકેદારો સિવાયના જોઈ પણ ના શકે. એક જ ફિલ્મમાં ઈરાદા પૂર્વક મહેનતથી દબાઈ કાઢેલો મહાઆસુરી કાંડ બતાવી જ ના શકાય.
કેટલા કોર્પોરેટ ત્યાંથી ધંધા છોડી ભાગેલા. ભારતીયોના અબજો રૂપિયા પાકિસ્તાન તરફીઓના ગજવામાં ગયા. કેટલાંય બોગસ નેતા અને પત્તરકારો કાશ્મીર બહાર ભારતમાં રાક્ષસ થઇ ગયા. ભારતીયતા, હિન્દુત્વ… આ કશું ના ગણો તો તો ઇસ્લામિક આતંકવાદીઓ સામે વધારે અસહમતી થવી જોઈએ. રેશનલ ‘ને સેક્યુલર કોને કહેવાય એ આતંકવાદીઓના ગુલામો નક્કી કરે એ ના જ મનાય. કાશ્મીર ફાઇલ્સના વિરોધીઓને એ પલ્લ્લે નથી પડતું કે રડવાની ફિલ્મ જોવા લોકો એકબીજાને આગ્રહ કરે છે. લોકો સામેથી રડવા જાય? એ બધાં કહે કે ના જવાય, રડવાનું તો જાવેદભાઈ પાર્ટીશન પર જ્યારે કહે ત્યારે જ. રડવાનું તો હિટલરે જે કર્યું એ સામે પશ્ચિમીઓ કહે ત્યારે જ.
તકલીફ એ છે કે જેમને સત્તા બહાર રહેવું પડે છે એમને સત્તા મળે તો શાંતિ એ તકલીફ ખાલી એમના વાળા જ સમજે છે. એ થઇ ટ્રેજેડી. કોમેડી એ કે એમને ટેકો આપનારાને છેલ્લા વિસ વર્ષ કરતા વધારે સમયથી પૈસા તથા પબ્લિશ થવાની જગ્યા હિંદુ સત્તામાં છે એના કારણે મળે છે. એ ખરું કે અપુનવાલેની સત્તા આવે તો એવોર્ડ મળે જે ભવિષ્યમાં પાછો આપવા કામ લાગે એ ગણતરી ખરી. ઍનિવે, તમિલ ટાઇગર્સ અંગેની પેલી જ્હોન અબ્રાહમવાળી ફિલ્મમાં શ્રી રાજીવજી અંગેનો ભાગ કેવો સ્વાદિષ્ટ બતાવેલો એ યાદ કોઈને? ગુરુ ફિલ્મમાં ધીરુભાઈ રાજીવ જોડે વાત કરતા કેમ બરાબર ના બતાવ્યા? આંધી… ફાટી જાય ગુલામોની.
લાસ્ટલી- બાયડન આપણો નેતા નથી અને યુક્રેન ભારતનું રાજ્ય નથી. છતાં અમેરિકા ‘ને યુક્રેનની પ્રજા એટલે પૃથ્વી પરના માણસો. એમના પર અત્યાચાર થાય ‘ને એના પર યુક્રેન ફાઇલ્સ કે અમેરિકા ફાઇલ્સ બનશે તો એ પણ જોઈશું.