ગિરનાર શિખરો પર આધ્યાત્મિકતાનો અવસર
6 જાન્યુઆરી પોષી પૂનમના દિવસે અંબાજી મંદિરે ઉજવણી
- Advertisement -
52 શક્તિપીઠો પૈકી ઉદયનપીઠ તરીકે માતાજીનું મંદિર
માતાજી મંદિરે ધ્વજારોહણ સહીત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર પર્વતના શિખરો આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ માનવ જીવનમાં અનેક ઉર્જા આપવાનો સંચાર કરે છે ત્યારે ગિરનારની ટોચ પર બિરાજમાન જગત જનનીમાં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ આગામી 6 જાન્યુઆરી 2023ના રોજ ધામધૂમ પૂર્વકે ઉજવાશે અંબાજી મંદિર ખાતે માતાજી સનમુખ હોમ હવન ધ્વજા રોહણ અને માતાજીની વિશેષ મહાઆરતી સાથે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમ અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરી બાપુએ જણાવ્યું હતું.
- Advertisement -
દેશભરની 52 શક્તિપીઠો પૈકી માં અંબા માતાજીની ઉદયનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાના મંદિરે આગામી 6 જાન્યુઆરી શુક્રવારના દિવસે માતાજીનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ધામ-ધૂમ પૂર્વક કરવામાં આવશે. સોરઠના પ્રભાસ ક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન માતા અંબાનો પોષી પૂનમ એટલે જગતજનની માં અંબા માતાનો પ્રાગટ્ય દિવસે માતાજીનો જન્મ દિવસ તરીકે ઉજવાશે. ગિરનાર પર્વતના પાંચ હજાર પગથીયા ઉપર બિરાજમાન માતા અંબાજીના પ્રાંચીન નીજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ મંદિરના મહંતશ્રી મોટાપીરબાવા તનસુખગીરીબાપુની નિશ્રામાં હજારો માયભક્તોની હાજરીમાં માતાજીને વિષેશ શૃંગાર સાથે શ્રીસુકતના પાઠ, હોમ હવન, ગંગાજળ, દૂધથી માતાજીને અભિષેક સાથે નીજ મંદિરના શિખર પર ઘ્વજા ચઢાવવામાં આવશે બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકો માટે મહાપ્રાસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.
પ્રાગટ્ય મહોત્સવ અંગે વાત કરતા અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુએ જણાવ્યુ હતુ કે, ગિરનાર પર્વત ઉપરની આ શક્તિપીઠ ઉદયન શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અહીં માતાજીનાં ઉદર (પેટ)નો ભાગ પડેલો હોય જેથી ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. પુરાણ કથામાં ઉલ્લેખ છે તે મુજબ પ્રજાપતિ દક્ષે બ્રહસ્પતિસઠ નામનો એક મહાયજ્ઞનું આયોજન કરેલ હતુ. જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રીત કરેલ હતા. એક માત્ર પોતાના જમાઇ શિવજીને આમંત્રણ ન આપતા સતી પર્વતીજીએ પિતાને ત્યાં આવડો મોટો યજ્ઞ થઇ રહ્યો હોય તેમાં મારા પતિ શંકરને આમંત્રણ નથી. તેમ છતા માતા પર્વતીજીએ યજ્ઞમાં જવા ભગવાન શિવજીની મનાઇ હોવા છતાં માતાજી પહોંચી ગયા અને પિતા દ્વારા પોતાના પિતાની નિંદા સહન ન થતાં અત્યંત દુ:ખી થયેલા માતા પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પડી જઇને પોતાનો દેશ ત્યજી દીધો હતો. જે વાતની ભગવાન શિવજીને જાણ થતાં શિવજીએ સતી પાર્વતીના નિશ્ર્ચેતન દેહને ખંભે ઉચકી તાંડવ શરૂ કરી દેતા સૌકોઇ દેવો ડરી ગયા અને ભગવાન વિશ્ર્નુને પ્રાથના કરી કે હે ભગવાન તમે જ કયાંય કરો નહીં તો સમગ્ર સુષ્ટિનો સર્વનાશ થઇ જશે ત્યારે ભગવાન વિશ્ર્નુએ ચક્ર દ્વારા દેવીનાં શરિરના બાવન ટુકડા કરી અને ટુકડા જયાં પડયા તે સ્થળે માતાજીની શક્તિપીઠો નિર્માણ પામી હતી. જેમાંની એક શક્તિપીઠ ગિરનાર પર્વત પર માતા અંબાજીની ઉદયન પીઠ તરીકે ઓળખાય છે.