આંબલીયામાં કામમાં ક્ષતિ બાબતે બે ઈજનેર થયા હતા સસ્પેન્ડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માણાવદર તાલુકાના આંબલીયામાં કામમાં ક્ષતિ બાબતે ડીડીઓએ બે ઈજનેરને સસ્પેન્ડ કર્યાહતા અનેસરપંચને નોટિસ આપી હતી. આ નોટિસનો જવાબ આપી સરપંચે સભ્યપદ રદ ન કરવા રજૂઆત કરી છે અને સરપંચપદ પરથી રાજીનામું આપી ટીડીઓને મોકલ્યું છે.આંબલિયા ગામે રોડ અને ઓટાના કામમાં ક્ષતિ બદલ જિલ્લા વિકાસ અધિકારીએ બે ઇજનેરને સસ્પેન્ડ કર્યા હતા. સરપંચને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો હતો. જેનો મહિલા સરપંચે ડીડીઓને જવાબ રજૂ કર્યો છે. જેમાં તેણે સભ્યપદ અને સરપંચ પદ પરથી દૂર નહિ કરવા અને નોટિસ ફાઈલ કરવા રજુઆત કરી છે.
આ સાથે તેઓએ તાલુકા વિકાસ અધિકારીને રાજીનામુ મોકલ્યું છે. જેમાં તેણે કહ્યું છે કે અમુક હિતશત્રુઓ અને વિરોધી ઓએડીડીઓને દુસ્પ્રેરણા આપી ખોટી રીતે લાંછન લગાડવાના ભાગરૂપે હેરાન કરવામાં આવ્યા છે. આથી રાજીનામું સ્વીકારી મંજૂર કરવા માંગ કરી છે.