ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના વેપારી મહામંડળ દ્વારા મહાનુભાવોનું અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં અઙખઈ- જૂનાગઢના સંસ્થાપક અને પૂર્વ ચેરમેન ભીખાભાઈ ગજેરા, પૂર્વ ચેરમેન કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતના મહાનુભાવોનું અભિવાદન સાથે સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. APMC-જૂનાગઢ ખાતે વેપારી મહામંડળ દ્વારા આયોજિત આ અભિવાદન સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત કલ્યાણની પ્રવૃત્તિઓની સાથે એપીએમસીમાં માળખાકીય સુવિધાઓ ખૂબ વિકસાવામાં આવી છે.
જૂનાગઢમાં પ્રાકૃતિક મોલ બનવા જઈ રહ્યો છે તે માટે રાજ્ય સરકારે જે જમીનની બજાર કિંમત અંદાજે 6-7 કરોડ થાય છે, તે માત્ર 26 લાખમાં ઉપલબ્ધ કરાવી છે. જે આગેવાનોના સંકલિત પ્રયાસથી શક્ય બન્યું છે. આમ, ખેડૂતો અને વેપારીઓએ પ્રગતિના નવા આયામો સર કરવાના છે.