મોરબીના અમરેલી ગામ પાસે તંત્રની બેદરકારીના કારણે ખેતરમાં તલાવડા ભરાયા છે. તાજેતરમાં સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ 2 ડેમની મુખ્ય કેનાલમાંથી નીકળતી માઈનોર કેનાલ ઉ 2 નું પાઈપ પાથરી અન્ડર ગ્રાઉન્ડ કામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા મોરબીના અમરેલી ગામ પાસે બંધ કરાયેલા વરસાદી પાણીના નિકાલના રસ્તાની સમયસર વ્યવસ્થા કરવામાં ન આવતા નવલખી ફાટકથી અમરેલી જવાના રસ્તે આવેલ દેવદૂત જિન આસપાસના ખેતરમાંથી પાણી નીકળી શકતા નથી જેના કારણે ખેતર તલાવડા બની ગયા હતા. આ ખેડૂતોને હાલ વાવણી માટે ખેતરમાં જવાની હાલત નથી અને પાકને નુકશાન થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોરબીનાં અમરેલી નજીક ખેતરો તળાવમાં ફેરવાયા

You Might Also Like
Follow US
Find US on Social Medias