વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શનાર્થે આવેલ કલકત્તાના યાત્રિક સંઘથી વિખૂટા પડી ગયેલ એક પ્રોઢ 60 વર્ષીય મહિલા યાત્રિક સુમનપાત્રા ચંદા દત્તાની મંદિર પરિસરમાં અચાનક તબિયત લથડતાં બેભાન થયા હતા.જેને સોમનાથ મંદિર સુરક્ષા ચક્રના પીએસઆઇ એસ.એસ. વાવૈયા ના માર્ગદર્શન હેઠળ મહિલા જીઆરડી ગીતાબેન, જાગુબેન, શીતલબેન તથા ભરત મોરી સહિતના એ તુરંત જ પ્રાથમિક સારવાર અપાવી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇએમટી શીતલબેન બારડ અને પાઇલટ ઇસ્માઇલ ભાદરકાએ તુરંત જ દવાખાને પહોંચાડી જીવનદાન આપ્યું હતું.ત્યાર બાદ તેમના વાલી વારસાને શોધી મહિલાને સોંપી પોલોસે માનવીય અભિગમ સાથે “મે આઇ હેલ્પ યુ”નું સૂત્ર સાર્થક કર્યું હતું.
પ્રસિદ્ધ સોમનાથ મંદિર સુરક્ષા પોલીસે ‘મે આઇ હેલ્પ યુ’ નું સૂત્ર સાર્થક
Follow US
Find US on Social Medias