શિવરાત્રી મેળામાં 9 લાખ ભાવિકો આગમન
નાગા સાધુની રવેડીમાં ક્ધિનર અખાડા જોડાશે
- Advertisement -
રવેડીમાં 5 લાખથી વધુ ભાવિકો માણશે
શિવના નાદથી ભવનાથ તળેટી ગુંજી ઉઠી
ખાસ-ખબર સંવાદદાતા
ભવનાથ મહા શિવરાત્રીનો મેળો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે યોજાય છે. ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે.જેમાં પ્રતિ વર્ષ 10 થી 15 લાખ ભાવિકો મેળો માણવા પધારે છે મહાવદ નોમ ની ધજા ચડાવી મેળાનો નો પ્રારંભ થાય છે અને મહા શિવરાત્રી ની મધ્યરાત્રિએ નાગા સાધુની રવેડી સાથે મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણ હુતી થાય છે. ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભવનાથની મહાપૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને નાગા સાધુઓ ખુબ મોટી સંખ્યામાં આવે છે.
- Advertisement -
આજે સાંજથી રવેડીમાં ગાયત્રી માતાની પાલખી તેમજ ગુરુ દત્ત ભગવાન પાલખી સાથે ગણેશજી ની પાલખી અને સંતો મહંતો રથ પર સવારી કરી શંખ ધ્વની કરતા અને જાતજાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાદ કરતા જોવા મળેશે અને રવેડી જોવા માટે 5 લાખ થી વધુ ભાવિકો ઉમટી પડે છે અને રવેડી પૂર્ણ થયા બાદ મધ્યરાત્રિના 12 વાગે મૃગી કુંડ માં પાલખી યાત્રાનું પૂજન અર્ચન સાથે ભવનાથ મંદિરમાં મહાદેવની મહા આરતી સાથે નાગા સાધુનું શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થાય છે. મહા શિવરાત્રીમાં જુના અખાડા સાથે પંચ અગ્નિ અખાડા અને આહવાન અખાડા સહીત અન્ય અખાડા અને મહા મંડલેશ્વર સંતો મહંતો સાથે કિન્નર અખાડાના મહા મંડલેશ્વર લક્ષમીનારાયણ ત્રિપાઠી સાથે કિન્નરો જોડાશે અને ભવ્ય થી ભવ્ય રવેડી નીકળશે તેની સાથે બેન્ડ વાજા અને ઘોડાની બગીઓ સાથે ધર્મ ધજા સાથે શિવ ભક્તો જોડાશે અને હર હર મહાદેવના નાદ સાથે શિવજી નો મહા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવાશે.
ભવનાથ મેળાનો ઇતિહાસ
ભવનાથના મેળાના સન્દર્ભમાં સ્કંદ પુરાણમાં એક દંતકથા આવેલી છે. આ દંતકથા મુજબ શિવ-પાર્વતી રથમાં આકાશ માર્ગે જતા હતા ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથના મંદિર પાસે પડી જાય છે. આથી તેને ‘વસ્ત્રા પૂતક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે.મહાશિવરાત્રીના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગાબાવાઓનું સરઘસ, તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે. એક લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં ન્હાવાથી લોકોને મોક્ષ મળે છે. નવનાથ અને 84 સિદ્ધોના સ્થાનક ગિરનારમાં ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિદ્ધો રહે છે. અને શિવરાત્રીના દિવસે આ સિદ્ધ પુરુષો મૃગીકુંડમાં ન્હાવા માટે આવે છે. વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધો પુરુષો એકવાર આ કુંડમાં ન્હાવા પડે છે પછી બહાર દેખાતા નથી.