3 લાખ દસ્તાવેજમાં બિલ ગેટ્સ, માઈકલ જેક્સન, ક્લિન્ટન જેવા દિગ્ગજોની તસવીરો સામે આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલી તપાસ હેઠળ શુક્રવારે રાત્રે અઢી વાગ્યે (ભારતીય સમય મુજબ) ત્રણ લાખ દસ્તાવેજો જાહેર કર્યા છે. જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, પોપ સિંગર માઈકલ જેક્સન, હોલીવુડ એક્ટર ક્રિસ ટકર, બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રયૂ જેવા દિગ્ગજોની તસવીરો સામે આવી છે. કેટલીક તસવીરોમાં ક્લિન્ટન છોકરીઓ સાથે પૂલમાં નહાતા અને પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. આ તમામ તસવીરો 4 સેટમાં જાહેર કરવામાં આવી છે. આમાં કુલ મળીને 3,500 થી વધુ ફાઈલો છે, જેમાં 2.5 ૠઇ થી વધુ તસવીરો અને દસ્તાવેજો સામેલ છે. જોકે ઘણી તસવીરોમાં એ સ્પષ્ટ નથી કે આ ક્યાં લેવામાં આવી છે. આ દસ્તાવેજોમાં ટ્રમ્પનું નામ ન હોવું એ ચર્ચાનો વિષય છે, કારણ કે 1990 અને 2000 ના દાયકાની શરૂઆતમાં એપ્સટીન સાથેના તેમના સામાજિક સંબંધોના રેકોર્ડ્સ પહેલાથી જ સામે આવી ચૂક્યા છે. ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા પ્રારંભિક દસ્તાવેજોમાં ટ્રમ્પનું નામ એપ્સટીનના ખાનગી વિમાનની ફ્લાઇટ લોગ્સમાં નોંધાયેલું હતું. વધુ
યૌન અપરાધીઓ છોકરીઓને મૂવી-શોપિંગની લાલચ આપીને તેમની સાથે મિત્રતા કરતા હતા
ન્યાય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, એપસ્ટીનના સાથી અને ગર્લફ્રેન્ડ મેક્સવેલ પર ગંભીર આરોપો છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે 1994 અને 1997ની વચ્ચે યૌન શોષણ માટે ઘણી સગીર છોકરીઓને લલચાવી અને તૈયાર કરી હતી. મેક્સવેલ વિવિધ રીતોથી પીડિતોને એપસ્ટીનની જાળમાં ફસાવતી હતી. પહેલા, તેમણે કેટલીક સગીર છોકરીઓ સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો, તેમના જીવન, શાળા અને પરિવાર વિશે પૂછ્યું. મેક્સવેલ અને એપસ્ટીન તેમને ફિલ્મોમાં અથવા શોપિંગ કરવા લઈ જતા, ક્યારેક સાથે તો ક્યારેક એકલા, આમ તેઓ પીડિતોની નજીક આવતા હતા. જાહેર કરાયેલી ફાઇલોમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની ઘણી તસવીરો શામેલ છે. એક ફોટોમાં તેઓ હોટ ટબમાં જોવા મળે છે, જોકે સાથે હાજર વ્યક્તિનો ચહેરો ઢંકાયેલો છે. આ તસવીર વાયરલ થઈ રહી છે.
- Advertisement -
એપસ્ટીન ફાઇલની મર્યાદિત માહિતી જાહેર થઈ: કોઈ મોટો ખુલાસો નહીં
જાહેર કરાયેલા દસ્તાવેજોમાં હજારો ફોટા અને તપાસ સંબંધિત કાગળો શામેલ છે, પરંતુ આનાથી એપસ્ટીનના ગુનાઓ કે મોટા લોકો સાથેના તેના સંબંધો વિશે કોઈ મોટી નવી માહિતી સામે આવી નથી.
જૂની તપાસ સંબંધિત ફાઇલો જ સામે આવી
મોટાભાગના દસ્તાવેજો 2005માં ફ્લોરિડાના પામ બીચમાં શરૂ થયેલી પોલીસ તપાસ, 2008માં થયેલી પ્લી ડીલ અને 2019માં ન્યૂયોર્કમાં ચાલેલી તપાસ સાથે સંબંધિત છે. 2019ની તપાસ એપસ્ટીનના મૃત્યુ પછી અધૂરી રહી ગઈ હતી.
મોટાભાગના દસ્તાવેજો (રેડેક્ટેડ) કાળા કરવામાં આવ્યા હતા
ફોન રેકોર્ડ, ટ્રાવેલ લોગ અને પીડિત મહિલાઓના ઇન્ટરવ્યુ ધરાવતા ઘણા દસ્તાવેજોના મોટા ભાગોને કાળા કરવામાં આવ્યા છે. એક 119 પાનાની ફાઇલ તો સંપૂર્ણપણે બ્લેકઆઉટ છે.
મને ‘બલિનો બકરો’ બનાવવામાં આવ્યો: બિલ ક્લિન્ટન
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને એપસ્ટીન ફાઇલ્સમાં નામ અને તસવીરો સામે આવ્યા બાદ પોતાને ‘બલિનો બકરો’ ગણાવ્યા છે. તેમના પ્રવક્તાએ નિવેદન જારી કરીને કહ્યું કે આ સમગ્ર મામલામાં તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
પ્રવક્તાએ કહ્યું કે ભલે ગમે તેટલી 20 વર્ષ જૂની અને ઝાંખી તસવીરો બહાર પાડવામાં આવે, આ કેસને બિલ ક્લિન્ટન સાથે કોઈ લેવાદેવા નથી. પ્રવક્તાએ એમ પણ કહ્યું કે તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સુઝી વાઇલ્સે પોતે સ્વીકાર્યું છે કે ટ્રમ્પનું એ કહેવું ખોટું હતું કે એપસ્ટીન ફાઇલોમાં બિલ ક્લિન્ટન વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા છે.



