મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનાં માત્ર 1-1 કેસ નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર ન હોય તેમ ચાલુ સપ્તાહે કમળાનાં વધુ 5 અને ટાઇફોઇડનો પણ વધુ 3 કેસ નોંધાયા છે. સાપ્તાહિક આંકડાઓ અનુસાર શહેરમાં શરદી-ઉધરસ, તાવ તેમજ ઝાડા-ઊલટી સહિત વિવિધ રોગના 1,367 દર્દી નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા ઠેર-ઠેર ક્લોરીન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે વધુ 427 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો ક્લોરીનેશન વધારવા, પીવાનું અને ગટરનું પાણી મિક્સ થાય નહીં તે માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
જોખમી ટાઇફોઇડ તાવના 3 નવા કેસ નોંધાયા પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,367 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 598 કેસ, ઝાડા-ઉલટીનાં 119 કેસ, સામાન્ય તાવનાં 639 કેસ નોંધાયા છે. સતત 26માં સપ્તાહે પણ જોખમી એવા ટાઇફોઇડ તાવનો 3 અને કમળાનાં પણ વધુ 5 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુ અને મેલેરિયા અને ચિકનગુનિયાનાં માત્ર 1-1 કેસ નોંધાયા હતા. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 6,500 કરતા પણ વધુ હોવાની શક્યતા છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ પોરાનાશક કામગીરી હેઠળ 35705 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 858 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મહાપાલિકા દ્વારા મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 1066 પ્રીમાઇસીસનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 242અને કોર્મશીયલ 221 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.