ચિલીના રાષ્ટ્રપતિ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ સુપરમેનનાં કપડાંમાં એક બાળક ત્યાં આવી ગયું, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર હાલમાં જ ચિલીનાં રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહયો છે, જેમાં તેઓ ભાષણ આપતા જોવા મળે છે. આ વચ્ચે અચાનક કંઇક એવું બને છે, જેની ચર્ચા આજકાલ ઇન્ટરનેટ પર ખૂબ જ થઈ રહી છે. જ્યારે રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક સામે આ અજીબ ઘટના બનોઈ રહી હતી ત્યારે કાર્યક્રમ નેશનલ ચેનલ પર લાઈવ ચાલી રહ્યો હતો, જેને કારણે તરત જ આ વાત હવાની જેમ ફેલાય ગઈ.
- Advertisement -
વીડિયો થયો વાયરલ
વીડિયો ગત રવિવારનો છે જ્યારે રાષ્ટ્રપતિ બોરિક ચિલીનાં લોકોને નવા સંવિધાનનું સમર્થન કરવા માટે પોતાનો વોટ આપવાનું કહી રહ્યા હતા, જેને છેલ્લે બહુમતથી રદ્દ કરવામાં આવ્યું હતું. જણાવાઈ રહ્યું છે કે આ દરમિયાન તેમણે એક જનમત સંગ્રહમાં મતદાન કરાવ્યું કે એક દૂરગામી નવા સંવિધાનને અપનાવવામાં આવે, જે સાઉથ અમેરિકી દેશને મૌલિક રૂપથી બદલી દેશે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રપતિ બોરિક જોશથી પોતાની વાત જનતા સામે રાખી રહ્યા હતા, ત્યારે અચાનક ત્યાં એક વાદળી કલરની નાની સાયકલ પર સવાર લાલ અને વાદળી રંગના સુપરમેનનાં પોશાકમાં બાળક આવી ગયું, જે સૌની સામે જ પોતાની સાયકલને પેડલ મારતા મારતા રાષ્ટ્રપતિની ચારે તરફ ચક્કર કાપવા લાગ્યું.
https://twitter.com/davidrkadler/status/1566475413576089600?r
- Advertisement -
બાળકને કોઈએ ન અટકાવ્યું
વીડિયોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રપતિ બોરિકના ભાષણ દરમિયાન કોઈપણ તે બાળકને અટકાવવા આવતું નથી પણ સૌ અચંભાથી તેને જોઈ રહે છે. આ વચ્ચે એક સમય આવે છે જ્યારે બાળક સાયકલ ચલાવતા ચલાવતા ખુદ જ ભાષણ સાંભળવા લાગે છે. આ દરમિયાન વાતો સાંભળ્યા બાદ બાળક ફરી સાયકલ ચલાવવામાં વ્યસ્ત થઈ જાય છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો શેર કરી રહ્યા છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં 135Kથી વધારે વ્યૂઝ આવી ચૂક્યા છે. જ્યારે વીડિયોને ત્રણ હજાર કરતાં વધારે લોકોએ લાઇક કર્યો છે. વીડિયો પર યુઝર્સ અલગ અલગ પ્રકારનાં રિએક્શન આપી રહ્યા છે. આ વચ્ચે એક યુઝર લખે છે કે આજે ટો કંઇક સારું થયું. અન્ય યુઝરે લખ્યું કે અમે આ વિષયમાં વધારે વાત શા માટે નથી કરી રહ્યા? એક ત્રીજા યુઝરે લખ્યું કે રાષ્ટ્રપતિને કંઇક આ પ્રકારે 360 ડિગ્રી સુરક્ષા આપવામાં આવી.