ખેલૈયાઓમાં સુરેન્દ્રસિંહ વાળાની ચોમેર પ્રશંસા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિન પ્રતિદિન રાસની રંગત સહીયરમાં ખીલતી નજરે પડે છે. પાંચમા નોરતે સુરેન્દ્રસિંહ વાળા આયોજિત સહિયર રાસોત્સવમાં માતાજીની આરતી કરવા માટે કૃષ્ણપાલસિંહ વાળા તથા યશપાલસિંહ જાડેજા તથા મધવરાજસિંહ જાડેજા સહ પરિવાર જોડાયા હતા.
- Advertisement -
મા ની આરતીમા સહિયરના સર્વે આયોજકો ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કૃષ્ણપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કૃણાલભાઈ મણીયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્યરાજ સિંહ જાડેજા, અભિષેકભાઇ અઢિયા, પ્રતિકભાઇ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઇ નથવાણી, દિપકસિંહ જાડેજા, નિરવભાઈ પોપટ, જગદીશભાઈ દેસાઈ, નિલેશભાઈ ચિત્રોડા, રોહનભાઈ મીરાણી, અનિશભાઈ સોની, આકાશભાઈ કાથરાણી, અભિષેકભાઈ શુકલ, રાજેન્દ્રસિંહ ચુડાસમા, વિકી ઝાલા, રૂપેશભાઈ દતાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્ખર, અહેમદ સાંઘ, અનિલભાઈ ડોડીયા, યુવરાજસિંહ ચુડાસમા, મીત વેડીયા, નિલેશભાઈ તુરખીયા, ભરતભાઈ વ્યાસ, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડ્યા ભાવથી જોડાયા હતા.
માત આશાપુરા ગરબે રમો જી રે – જેવા પ્રાચીન ગરબાથી શરૂ કરી ગરબાના રાજા રાહુલ મહેતા એ રણુજાના રાજા રામદેવપીર ના હેલો પોતાના વિશિષ્ટ શૈલી થી ગાઈ ખેલૈયાઓને જલસો કરાવ્યો ત્યારે સૂરના શણગાર અપેક્ષા પંડ્યા એ બોલીવુડ ગીતોથી શરૂ કરી રાગધારી રચનાઓની રજૂઆત કરી ખેલૈયાઓ ને રાસે રમાડીયા હતા. પણ સહિયરમાંથી નિર્માણ થયેલું ક્રિએશન કચ્છી તાલમાં માતાજીનો ભેડીયો જ્યારે વાગે ત્યારથી ખેલૈયાઓ રમતા રમતા ઉડતા દેખાય સહિયરમાં. મર્યાદા અને સંસ્કૃતિ સભર રાસોત્સવમાં નિહાળવા માટે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈ, પંચનાથ ટ્રસ્ટ દેવાંગભાઈ માકડ, મયુરભાઈ શાહ, પીઆઇ ડોબરીયા, ડે. મેયર નરેન્દ્ર સિંહ જાડેજા, દંડક મનીષભાઈ રાડીયા, સમય-મીરરના પ્રદીપસિંહ, દેવેન્દ્રસિંહ (ટીકુભા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિજેતાઓને ઇનામ સહિયર ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તથા સુરભી ચેરમેન વિજયભાઈ વાળા બંને ભાઈઓને હસ્તે અપાયા..
અન્ય ઇનામો ગરબા કિંગ રાહુલ મહેતા ગરબા કવીન અપેક્ષા પંડ્યા રીધમ કિંગ હિતેશ ઢાંકેચા દર્શન ઢાંકેચા સાઉન્ડ કિંગ રોહિત વાઘોડિયા મેલોડી કિંગ રવિ ઢાકેચા સાગર માંડલીયા રવિ ભટ્ટ તથા નાની ઉંમરે ગરબા મહોત્સવ નું મેનેજમેન્ટ કરતા જીલ શિશાંગીયા તથા નિર્ણાયકો અભિષેક શુક્લા હેતલ શુક્લા અભિજીત શુક્લા કુશલ બુંદેલા રાજેશ ડાંગર ઉદય માનસેતા દિવ્યેશ પટેલ હાર્દિક પરમાર કેવલ પુરોહિત એલીડી ઓપરેટર નીરવભાઈ ગ્લોબલ અમિત પરમાર ભગીરથ લોખિલ મેઘરાજસિંહ જાડેજા દિલાવર ભાઈ બાઉન્સર તથા આરાધના ટી જાફરચા ના અખિલ પરમાર ના હસ્તે ઇનામો અપાયા હતા સમગ્ર રાસોત્સવ નું ઘડિયાળના કાંટે સંચાલન કરતા જીલ એન્ટરટેનમેન્ટ ના તેજસ શિશાંગીયા ઉદઘોષક તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે આજરોજ પૂર્વ નિર્ધારિત રીતે ખેલૈયાઓ પ્રેશકો આયોજકો તથા કલાકારો સહિત આખું સહિયર પટાગર વાઈટ એન્ડ વાઈટ ડ્રેસિંગ માં ઝગમગી ઉઠ્યું હતું.
આજરોજ વિજેતા સિનિયર
(1) યશ ગોહિલ – કુર્તી પોટા
(2) યુવરાજસિંહ ચાવડા – ઉર્વીશા રાઠોડ
(3) હિરેન હળવદિયા – મોના સોની
(4) દીપ ચૌહાણ – કપિલા પરમાર
આજરોજ વિજેતા જુનિયર
(1) વંશ હાપલીયા – શ્રેયા મકવાણા
(2) સ્મિત ગોહિલ – દેવાંશીબા જાડેજા
(3) આદેશ દમાઈ – પૂર્વીમા ટાંક
(4) ક્રીવમ રાવલ – શ્રેયા પટેલ
બેસ્ટ કપલ ભાર્ગવ મહેતા – અમૃતા મહેતા તથા બેસ્ટ ગ્રુપ દ્વારકેશ ગ્રુપ જાહેર