આજે વડાપ્રધાનના અધ્યક્ષપદે મળનારી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં નિર્ણય: પેન્શનરોને પણ લાભ મળશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં તહેવારોની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે અને આગામી એક માસ દિપાવલી, નવા વર્ષ સહિતના તહેવારોનો ઉમંગ હશે તે સાથે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ તથા પેન્શનરોને મોંઘવારી ભથ્થાનો વધારો આપી શકે છે અને તે સપ્ટેમ્બર માસના પગાર તથા પેન્શનમાં ઉમેરી દેવાશે.
- Advertisement -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે. જે રીતે ફુગાવો સતત ઉંચો છે અને કેન્દ્ર તેના કર્મચારીઓને વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થાનો વધારો આપે છે જે મુજબ માર્ચ અને સપ્ટેમ્બર માસમાં મોંઘવારી ભથ્થામાં વધારો-ઘટાડો થાય છે.
હાલ કેન્દ્રના કર્મચારીઓને 34% ડી.એ. મળે છે જેમાં 4%નો વધારો થતા 38% થશે અને તે જુલાઈ 2022થી લાગુ થશે અને તેના બે માસનું એરીયર્સ પણ ચૂકવાઈ શકે છે. સરકાર દિપાવલીના તહેવારોમાં દેશમાં ખરીદીનો સેન્ટીમેન્ટ ઉંચો થાય તે જોવા માંગે છે અને એક તબકકે કોરોનાકાળમાં જે ત્રણ વખતનો ડી.એ. વધારો સ્થગીત કરાયો હતો તે 18 માસનો ડી.એ.નું એરીયર્સ પણ ચૂકવવાની માંગણી કર્મચારી સંગઠને કરી છે.