1 લાખ 54 હજાર કરોડનું રોકાણ સેમી ક્ધડક્ટરમાં કરવામાં આવશે
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાણી ભાજપ સરકારને એક વર્ષ પૂર્ણ થયું
- Advertisement -
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાણી ભાજપ સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે આજે એક વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકાર દ્વારા સેમી ક્ધડક્ટરને લઈને એમઓયુ કર્યા છે. જેનાથી ગુજરાતમાં વધુ એક લાખ યુવાનોને રોજગારી મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેમી કંડકટરમા દેશ આગળ વધે તે પીએમનું સ્વપ્ન છે. સેમી કંડકટર પોલિસી જાહેર કરવામાં આવી છે. આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે. સેમી ક્ધડક્ટર પ્રોજેકટ શરૂ થવાથી રાજ્યના એક લાખ યુવાનોને નવી રોજગારી મળશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ટુંક સમયમાં સેમી ક્ધડક્ટર બાબતે કામગીરી કરવામાં આવી છે. આ બાબતની પોલિસી પણ બનાવવામાં આવી છે. સેમી ક્ધડક્ટરનું કામ જલ્દીથી ભારતમાં શરૂ થશે. બધા રાજ્યોની સ્પર્ધા વચ્ચે ગુજરાતમાં સેમી ક્ધડક્ટર બનતા થશે. 1 લાખ 54 હજાર કરોડનું રોકાણ સેમી ક્ધડક્ટરમાં કરવામાં આવશે. 1 લાખ જેટલી નવી રોજગારી પણ બનશે. મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વાસથી વિકાસ યાત્રા ગુજરાતે કરી છે. સેમી કંડકટર પાછળ વિશ્વ છે. ગુજરાતમાં સેમી ક્ધડક્ટર ઉત્પાદિત થશે. સેમી ક્ધડક્ટર પોલિસી ગુજરાતે બનાવી છે. ગુજરાત દુનિયાના નકશામાં સેમી ક્ધડક્ટરમાં ઉત્પાદનથી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમીક્ધડક્ટર નિર્માણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા કરેલો સંકલ્પ સાકાર કરવાની દિશામાં ગુજરાતની મહત્વપૂર્ણ પહેલ. ગુજરાતમાં સેમીક્ધડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 54 હજાર કરોડના રોકાણો માટેના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
રાજ્યના 1 લાખ જેટલા યુવાઓને રોજગાર અવસર મળવાની દિશા ખુલવા સાથે દેશના રાજ્યોમાં સેમી ક્ધડક્ટર ક્ષેત્રમાં આ રોકાણ સૌથી મોટું રોકાણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તાજેતરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણીએ જાહેર કરેલી ડેડીકેટેડ ‘સેમી ક્ધડક્ટર પોલિસી’ની સફળતા આ એમ.ઓ.યુ.થી સાકાર થશે. ગુજરાત પ્રધાનમંત્રીના નેતૃત્વમાં પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમી ક્ધડક્ટર પોલિસી સાથે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત કરાયું છે.